દિયોદરના રૈયા ખાતે પશુ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

Published on BNI NEWS 2021-09-15 14:41:48


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 15-09-2021
    • 308 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)
    જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે કેમ્પની મુલાકાત લઈ ડોક્ટરોની કામગીરીને બિરદાવી.
    દિયોદર ના રૈયા ખાતે આવેલ પશુ દવાખાના ના કમ્પાઉન્ડ માં પશુ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું.જેમાં ગામલોકોએ આ કેમ્પ માં પોતા ના પશુઓ ને લાવી ને  જરૂરી ટ્રીટમેન્ટ કરાવી હતી.જેમાં ડો.ભરતભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પાંચ પશુઓના ઓપરેશન તેમજ ત્રણ પશુઓ ના પેટ માંથી લોખંડ કાઢી સફળતા પૂર્વક કામગીરી કરી હતી.આ કેમ્પ માં ગામ લોકોએ તેમના ફ્રી નિદાન કેમ્પ માં પશુઓ ને મોટી સંખ્યા માં લાવી ને જરૂરી ટ્રીટમેન્ટ તેમજ સારવાર કરાવી હતી.આ કેમ્પ માં જીલ્લાના પશુ નિયામક ડો.મિસ્ત્રી તેમજ જીલ્લા મદદનીશ અધિકારી મજેઠીયા સહિત અધિકારીઓ એ આ ડોક્ટરો ની સેવા ને બિરદાવી હતી.આ કેમ્પમાં ડો.બી.આર.પટેલ, ડો.ચેતનભાઈ પટેલ, ડો.દશરથભાઈ સહિત પશુ દવાખાના નો સ્ટાફ ખડે પગે રહી ને કામગીરીને સફળ બનાવી હતી.