ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે તોફાની કપિરાજ પાંજરે પુરાયો.

Published on BNI NEWS 2021-09-15 14:37:41


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 15-09-2021
  • 295 Views

  (પ્રતિનિધિ : ગુલામહુશેન ખત્રી,રાજપારડી)
  તોફાની વાનર ઘણીવાર ઘરોમ‍ાં ઘુસીને નુકસાન પણ કરતો હતો જેથી લોકો ભયભીત હતા.
  ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે ગામમાં તોફાન કરતો કપિરાજ વન વિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.ઉમધરા ગામે પાછલા કેટલાક સમયથી વાનરોની વસ્તી જણાય છે.ઉમધરાના સામાજિક કાર્યકર હરેન્દ્રસિંહ રાજના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી એક તોફાની કપિરાજ ગામમાં તોફાન મચાવતો હતો.આ વાનર અરીસો જોતા ભડકતો હતો.વધુમાં જાણવા મળ્યા મુજબ તોફાની કપિરાજે ગામમાં કેટલાક ઘરોમાં ઘુસીને ટીવી પણ તોડી નાંખ્યા હતા.ઉપરાંત કેટલાક ગ્રામજનો તોફાની કપિરાજના હુમલાનો ભોગ પણ બન્યા હતા.તોફાની કપિરાજે ગામમ‍ાં તોફાન મચાવતા સરપંચ કંચનભાઈ વસાવા અને ગ્રામજનોએ ઉમલ્લા વન વિભાગને તોફાની વાનર વિષે રજુઆત કરી હતી.વન વિભાગ દ્વારા ગતરોજ ગામમાં કપિરાજની જ્યાં વધુ પ્રમાણમાં આવનજાવન હતી તે સ્થળે પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ.દરમ્યાન આજરોજ વન વિભાગ દ્વારા ગોઠવાયેલ પાંજરામાં એક કપિરાજ આબાદ ઝડપાઈ ગયો હતો.પાંજરે પુરાયેલા કપિરાજને નિહાળવા ગ્રામજનો ઉમટ્યા હતા.થોડા સમય પહેલા નજીકના સારસા ગામે પણ એક વૃધ્ધ મહિલા તોફાની વાનરના હુમલાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.જાણવા મળ્યા મુજબ ઉમધરા ગામે પાંજરે પુરાયેલ આ કપિરાજને વન વિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવામાં આવશે.