ભરૂચના કલેકટર એમ.ડી.મોડિયાને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓફિસમાં જવાબદારી સોંપી.

Published on BNI NEWS 2021-09-15 11:39:03


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 15-09-2021
    • 898 Views

    રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવના પદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘ અને અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે.ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પકજ કુમારને પણ મુખ્યમંત્રી ઓફિસમાં મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત ભરૂચના કલેક્ટર એમ.ડી.મોડિયાની બદલી કરીને તેમની સ્પેશિયલ ડ્યુટી મુખ્યમંત્રી ઓફિસ ખાતે કરાઈ છે અને એન.એન દવે કે જેઓ અમદાવાદ મનપામાં ડેપ્યુટી મ્યુનસીપલ કમિશ્નર હતા તેઓની પણ બદલી કરીને તેમને મુખ્યમંત્રી ઓફિસમાં મુકવામાં આવ્યા છે.ત્યારે ભરૂચ કલેકટરની બદલી થતા નવા કલેકટરની નિમણુંક કરવામાં આવશે.