નેત્રંગના ૬૮ ગામોમાં ૨૪ લાકમાં જ્યારે વાલિયાના ૬૪ ગામોમાં ૧૨ કલાકમાં વીજ પુરવઠો અપાયો.

Published on BNI NEWS 2021-05-19 18:41:28


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 19-05-2021
  • 454 Views

  (પ્રતિનિધિ : અતુલ પટેલ,વાલિયા)

  તૌકતે વાવાઝોડાએ ત્રણ દિવસમાં વિજકંપનીના નેત્રંગના ૭ અને વાલિયાના ૧૧ ફીડરોને ક્ષતિગ્રસ્ત કર્યા હતા.જેમાં વાલિયા તાલુકાના ૬૪ ગામોમાં અને નેત્રંગ તાલુકાના ૬૮ ગામોમાં મળી ૧૩૨ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો.આથી વાલિયા અને નેત્રંગ તાલુકામાં ડિજીવીસીએલને વીજપોલ અને લાઈનો ઉપર વૃક્ષો પડતા તૂટી પડ્યા હતા જેમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.જ્યારે ખેડૂતોને તેમના બાગાયત પાકો જેવાકે આંબા ઉપર લાગેલી કેરી ભારે પવનથી ખરી ઢગલા થઈ ગયા હતા અને કેળ પપૈયાના થડીયા ભાંગી પડતા પડ્યા માથે પાટુ જેવી હાલત થઈ ગઈ હતી.આથી ખેડૂતોએ સરકાર પાસેથી આ નુકસાનીનો સર્વે કરાવી તેનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.વીજ કંપનીએ યુધ્ધના ધોરણે કામગીરી કરી માત્ર ૨૪ ક્લાકની અંદર વીજ પુરવઠો રાબેતા મુજબ કરી દેવામાં આવ્યો હતો.

  વાવાઝોડાના કારણે વાલિયા તાલુકાના ૬૪ ગામો માંથી ૧૪ જેટલા વીજપોલ પડી જતા ૧૧ ફીડર ક્ષતિગ્રસ્ત થયા હતા.જેને ૬ ટીમ લગાવી માત્ર ૧૨ કલાકમાં પોલ ઉભા કરી લાઈટો ચાલુ કરવામાં આવી હતી.ઘણું મોટું નુકસાન થયેલ છે પરંતુ ટીમવર્ક કરી આ કાર્યને સુપેરે પાર પાડવામાં આવ્યુ હતુ - એસ.કે.નાયટા ડિઈ. ડિજીવીસીએલ વાલિયા.

  વાલિયા તાલુકામાં વાવાઝોડાએ બાગાયત ખેતીમાં ભારે નુકસાન કર્યું છે. તુણા ,ડહેલી ,સોડગામ એમ ઘણા ગામોમાં કેળ અને પપૈયાનો પાકમાં લુમ અને પપૈયા લાગેલા હતા આ સમયે તેના ઉપર વાવાઝોડું અને વરસાદ પડતાં ઉભા થડીયા પડી ગયા હતા આથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ખેડૂતોને પાક નુકસાનીનો સર્વે કરી  સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ છે - અમરસિંહ છાસટીયા,ખેડૂત ,તુણા.

  વાવાઝોડાની અગાવથી સૂચના મળતા સતત બે દિવસ કર્મચારીઓને ખડેપગે રાખી 4 જેટલી મેન્ટેનન્સ ટીમનો સહયોગ લઈ ક્ષતિગ્રસ્ત થયેલ લાઈનોને યુધ્ધના ધોરણે ટીમવર્ક કરી ૩૪ વીજપોલ ઉભા કરી તાર ખેંચી ૨૪ કલાકમાં દરેક ફીડરોમાં લાઈટો ચાલુ કરી અંધારપટ દૂર કર્યો છે.આ કાર્યમાં અમારા દરેક કર્મચારીઓએ ખૂબ મહેનત કરી સફળતા મેળવી હતી - આર.બી.પટેલ. ડીઈ ,ડિજીવીસીએલ નેત્રંગ.

  અમારા ખેતરમાં ૧૦ હજાર આંબાની વાડી છે.તૌકતે વાવાઝોડું આવતા તેની અસર ત્રણ દિવસ રહી હતી ભારે પવન અને વરસાદ પડતા આંબા ઉપર લાગેલી કેરી ખરી ઢગલા થઈ ગયા હતા.નેત્રંગ વિસ્તારમાં અન્ય કેરીની બાગોમાં પણ કેરી ખરી પડતા બાગાયત પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થતા નિષ્ફળ ગયા છીએ અમારે તો પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે - પ્રવીણભાઈ આહીર ,ખેડૂત ,વિજયનગર.

  નેત્રંગ ડિજીવીસીએલના કુલ ૨૭ ફીડર જેમાંથી ૬ જ્યોતિગ્રામ,૧ નેત્રંગ ટાઉન માંથી ૬૮ ગામોમાં લાઈટ જતી રહી હતી.જેમાં કવચીયા ૧૫,ઝરણાવાડી ૫ ,મોવી ૩ ,બેડોલી ૩ ,ઘાણીખુટ ૬ અને નેત્રંગ ૨ પોલ પડી ગયા હતા.જેને ૨૪ કલાકમાં ૪ ટીમ અને ડિજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામે લાગી ચાલુ કરી હતી.

  વાલિયા ડિજીવીસીએલમાં કુલ ૨૫ ફીડર જેમાંથી ૮ જ્યોતિગ્રામ,૧ અર્બન ,૧ ઈન્ડસ્ટ્રીયલ ,૧ એક્સપ્રેસ ફીડર મળી કુલ ૬૪ ગામોમાં લાઈટ બંધ થઈ હતી.જેને ૧૨ કલાકમાં ૬ ટીમે લાઈટ ચાલુ કરી દીધી હતી.જેમાં ભમાડીયા ૭ , કનેરાવ ૨ , કોંઢ ૩ , ગુંદીયા ૨ ,મોખડી ૨ અને મીરાપુર ફીડરમાં ૨ પોલ પડી જતા કુલ ૧૮ પોલ પડી ગયા હતા.જેને ૨૪ કલાકમાં ૪ ટીમ અને ડિજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામે લાગી ચાલુ કરી હતી.