ઝઘડિયાની બંધ કરવામાં આવેલ રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા આરોગ્ય મંત્રીને ઝઘડિયા ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત.

Published on BNI NEWS 2021-01-05 17:05:43


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 05-01-2021
  • 10964 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)
  બંધ થયેલી રેફરલ હોસ્પિટલ શરૂ કરવા અથવા મીની સિવિલ હોસ્પિટલ ઝઘડીયા તાલુકાને આપવા રજૂઆત કરવામાં આવી છે.
  ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ  આમ ત્રણ તાલુકામાં પ્રજાને સરકારી મોટી હોસ્પિટલનો કોઈ લાભ મળતો નથી જેથી ઝઘડિયા પંચાયતની માંગને અગ્રીમતા આપવા રજૂઆત થઈ છે.
  ઝઘડિયા વાલિયા અને નેત્રંગ આમ ત્રણ તાલુકા આદિવાસી વસ્તી ધરાવતા તાલુકા છે. આ ત્રણેય તાલુકાનો મુખ્ય વ્યવસાય ખેતી છે.સામાન્ય રીતે ઝઘડિયા તાલુકો ભરૂચ સાથે કનેક્ટેડ છે,વાલિયા તાલુકો અંકલેશ્વર સાથે કનેક્ટેડ છે અને નેત્રંગ તાલુકો રાજપીપળા સાથે કનેક્ટેડ છે.આ ત્રણેય તાલુકા મથકથી આપતકાલીન આરોગ્ય સેવા તેમજ નાના મોટી સર્જરી ની સેવા મેળવવા માટે તાલુકાની પ્રજાએ ૨૦ કિલોમીટરથી વધુ લંબાવવું પડે છે. ઝઘડિયા ખાતે પહેલા રેફરલ હોસ્પિટલની સેવા ત્રણેય તાલુકાની પ્રજા મેળવતી હતી.પરંતુ સરકારના અણઘડ વહીવટના કારણે તાલુકા પાસેથી રેફરલ હોસ્પિટલ સુવિધા પરત ખેંચી લેવામાં આવી હતી અને અન્ય તાલુકાને ફાળવી દેવામાં આવી હતી જેનાથી ત્રણેય તાલુકાના નાગરિકોએ આરોગ્ય સેવા માટે દૂર દૂર સુધી લાંબા થવું પડે છે.બે દિવસ પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ઝઘડિયાના મહેમાન બન્યા હતા. ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય મંત્રીને ઝઘડીયા તાલુકાની બંધ કરવામાં આવેલ રેફરલ હોસ્પિટલ ફરી થી શરૂ કરવા અથવા હાલમાં નવા પ્રોજેક્ટ મુજબ ઝઘડિયા ખાતે મીની સિવિલ હોસ્પિટલ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.આ બાબતે ઝઘડીયા તાલુકા ભાજપ મોરચા દ્વારા પણ રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા અથવા મીની સિવિલ હોસ્પિટલ ફાળવવા લેખિતમાં રજૂઆત થઈ છે.ઝઘડિયા સુલતાનપુર ગ્રામ પંચાયત આરોગ્ય મંત્રીને આપેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતે અગાઉ ૮૦ બેડની હોસ્પિટલ ચાલુ હતી અને જેમાં તમામ પ્રકારની સારવાર ના ઓપરેશન સહિતની સેવા તાલુકાવાસીને મળતી હતી જે હોસ્પિટલ અગાઉ સરકારે બંધ કરી અન્ય તાલુકામાં ફાળવી દેવામાં આવી હતી. ઝઘડિયા ગામ તાલુકા મથક હોય અને અહીં કોઈ મોટી હોસ્પિટલ ન હોવાથી સારવાર માટે દર્દીઓને અંકલેશ્વર થી ભરૂચ જવું પડે છે તેમજ તાલુકાના અંદરના ગામોના લોકોને ભરૂચ, અંકલેશ્વર સારવાર અર્થે જવું પડે છે જેથી અહીં રેફરલ હોસ્પિટલ અથવા નવા પ્રોજેક્ટ મુજબની મીની સિવિલ હોસ્પિટલ સરકારની યોજના મુજબ ઝઘડીયા તાલુકા મથકે ફાળવવામાં આવે તો હોસ્પિટલનો લાભ ઝઘડિયા તાલુકાના ગામો તથા લાગુ તાલુકા વાલિયા, નેત્રંગના ઉડાણના ગામોના લોકોને મળી રહે. ઝઘડિયા તાલુકાના આદિવાસી પછાત ગરીબ લોકોને અંકલેશ્વર તથા ભરૂચ જવા માટે ૫૦ કિલોમીટરથી વધુ દૂર જવું પડે છે. જેથી તેઓને તાલુકા મથકેજ સારવાર મળી રહે જેથી ઝઘડિયા ગામે મિનિ સિવિલ હોસ્પિટલ ચાલુ કરવા રજૂઆત કરી હતી. આ બાબતે ઝઘડિયા સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયતે આરોગ્ય મંત્રીનું ધ્યાન દોર્યું હતું કે ઝઘડિયા સુલતાનપુર ગામે રેફરલ હોસ્પિટલની આરોગ્ય ખાતાની ૧૫ એકર જમીન ઉપલબ્ધ છે અને તે બિનઉપયોગી ખુલ્લી પડી છે, જેથી જમીન સંપાદન કરવાનો કે ખરીદવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જેથી સિવિલ હોસ્પિટલ સર્જન તથા તમામ પ્રકારના ડોક્ટર સહિત તમામ સુવિધા સાથે શરૂ કરવામાં આવે જેથી ત્રણેય તાલુકાના લોકોને તેનો લાભ મળી રહે તેમ જણાવ્યું હતું.