ઝઘડીયાના રાણીપુરા ગામે તોફાની કપીરાજ પાંજરે પૂરાયો.

Published on BNI NEWS 2020-11-25 16:36:36

    • 25-11-2020
    • 362 Views

    (પ્રતિનિધિ : ગુલામહુશેન ખત્રી,રાજપારડી)

    ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે ત્રણ ચાર દિવસથી તોફાની વાનરે લોકોને હેરાન કરતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.આ તોફાની કપીરાજ જતા આવતા લોકો પર હુમલો કરતો હતો.વનવિભાગને આ બાબતે જાણ કરાતા રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઈ વસાવા બીડ ગાર્ડ શકુનાબેન વસાવા તથા ટીમના સભ્યોએ રાણીપુરા પહોંચીને ગામ અગ્રણીઓની મદદથી તોફાની વાનરને પાંજરે પુરવા કવાયત હાથ ધરતા તેમાં સફળતા મળતા આ કપીરાજ પાંજરે પુરાયો હતો.બાદમાં વનવિભાગ દ્વારા તેને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી દેવાયો હતો.