મામલતદાર જંબુસર તથા નગર પાલિકા સીઓ દ્વારા માસ્ક વિતરણ.

Published on BNI NEWS 2020-11-25 16:10:36

    • 25-11-2020
    • 277 Views

    (પ્રતિનિધિ : સંજય પટેલ,જંબુસર)

    જંબુસર મામલતદાર તથા નગરપાલિકા સીઓ જંબુસર નગરપાલિકા વિસ્તારોમાં વિઝિટ કરી માસ્ક ન પહેર્યું હોય તે લોકોને માસ્ક આપી કોરોના અંગે જાગૃતિ દાખવવા  જણાવ્યુ હતું.

    હાલ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને લઇ ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.ત્યારે જંબુસર મામલતદાર જી કે શાહ તથા નગર પાલિકા ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા જંબુસર નગરમાં કોરોના સંક્રમણના વધે તે માટે સંયુક્ત રીતે નગર પાલિકા વિસ્તારના ભીડભાડવાળી જગ્યાએ જઈ લોકોને જાગૃત કરી જે લોકો મોઢે માસ્ક નહોતા પહેર્યા તે લોકોને માસ્ક આપી કોરોનાના થવા અંગે જાગૃત કર્યા હતા.આ સહિત જંબુસર એસટી ડેપોમાં પણ મુલાકાત લઈ એટીઆઈને દરેક મુસાફરોને હેન્ડ સેનિટાઈઝર તથા મોઢે માસ્ક પહેરવા અંગે જણાવ્યું હતું અને એસટી ડેપોમાં મુસાફરોને માસ્ક પહેરાવી કોરોના અંગે જાગૃત કર્યા હતા.