અહેમદ પટેલના નિધનના સમાચારના આઘાત થી નાંદોદના કોંગી ધારાસભ્ય પી ડી વસાવા ભાંગી પડ્યા.

Published on BNI NEWS 2020-11-25 14:16:21

  • 25-11-2020
  • 678 Views

  (પ્રતિનિધિ : જયોતિ જગતાપ,રાજપીપળા)

  ભૂછાડ નિવાસ સ્થાને તેઓ શ્રધાંજલિ આપતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

  હવે મને પી ડી કહીને કોણ બોલાવશે? : પી ડી વસાવા

  અહમદ પટેલ સાહેબ મારા રાજકીય ગુરુ મારા આદર્શ અને માર્ગદર્શક હતા.

  આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દુઃખદ અવસાન ના સમાચાર થી નર્મદા જિલ્લામાં નર્મદા કોંગ્રેસમાં ઘેર શોકનું મોજુ ફરી વળ્યું છે જેમાં આજે જેમાં આજે નાંદોદ તાલુકાના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન પીડી વસાવાને આ સમાચાર મળતા જ તેઓ આજે ભાંગી પડ્યા હતા.આજે તેમના નિવાસસ્થાને ભુછાડખાતે પત્રકારો સમક્ષ શ્રધાંજલિ આપતી વખતે તેઓ ભાંગી પડ્યા હતા અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.ધારાસભ્ય પીડી વસાવા તેમજ પટેલને પોતાના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા અને રડતા રડતા ગદગદિત સ્વરે તેમણે જણાવ્યું હતું કે હવે મને પીડી કહીને કોણ બોલાવશે? તેમણે અહેમદ પટેલને પોતાના આદર્શ માર્ગદર્શક અને રાજકીય ગુરુ તરીકે વર્ણવ્યા હતા.તેમણે અત્યંત આઘાતની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે તેઓ હંમેશા ગરીબોની સેવા માટે ઝઝૂમ્યા હતા. તેમણે ભરૂચ અને નર્મદા જિલ્લાના ગરીબ આદિવાસીઓને હંમેશા ચિંતા કરી હતી.આજે મેં મારા લોકલાડીલા નેતા અને મારા રાજકીય ગુરુ અને ગુમાવ્યા છે. તેમણે તમામ વર્ગનાં ગરીબો આદિવાસીઓના ઉત્થાન માટે રાત-દિવસ કામ કર્યા હતા. એને કેમ ભૂલી શકાય?તેમણે પોતાનું જીવન આખું કોંગ્રેસ ને સમર્પિત કર્યું હતું અને કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવામાં પોતાનું જીવન વિતાવી દીધું હતું. કોંગ્રેસ કોઈપણ સમયે મુશ્કેલી માં આવે ત્યારે રાજનીતિના ચાણક્ય અહેમદ પટેલ સાહેબે ગમે તેવા પ્રશ્નો પણ ઉકેલવાની સૂઝબૂઝ ધરાવતા હતા. કોંગ્રેસે રાજકીય નેતા ગુમાવ્યા છે.આજે કોંગ્રેસ એમના વિના નિઃસહાય બની ગઈ છે .આવી મહાન વ્યક્તિ દેશને કે કોંગ્રેસને હવે ક્યારેય નહીં મળી શકે. એમના નિધનના સમાચારથી હૂ અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.હું આજે દિશાહીન બની ગયો છું.