મહુવા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર.

Published on BNI NEWS 2020-11-25 13:15:26

    • 25-11-2020
    • 381 Views

    ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

    જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૯૨/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી જીવનભાઇ રાયસિંગભાઈ મોરે રહે.લલવાનીયા, તા.પાનસેમલ, જી.બડવાની રાજ્ય મધ્યપ્રદેશ વાળો હાલ શેરૂલ ગામ તા.માલેગાવ, જી.નાસીક, રાજ્ય મહારાષ્ટ્ર ખાતે રહે છે અને ખેત મજુરી કામ કરે છે  જે બાતમી આધારે મહારાષ્ટ્ર રાજ્યના માલેગાવ પો.સ્ટે.ના શેરૂલ ગામમાં સરકારી સ્કુલની બાજુમાં આવેલ મેદાનમાં તપાસ કરતા એક ઝુપડામાં એક પુરૂષ ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ જીવનભાઈ રાયસિંગભાઈ મોરે ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.લલવાનીયા, તા.પાનસેમલ, જી.બડવાની રાજ્ય મધ્યપ્રદેશ હાલ શેરૂલ ગામ તા.માલેગાવ, જી.નાસીક, રાજ્ય મહારાષ્ટ્ર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર આરોપીને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે અંગે રેકર્ડ ઉપર ખરાઈ કરતા મજકુર આરોપી મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૯૨/૨૦૧૯ ઈપી.કો. કલમ ૩૬૩,૩૬૬ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હોય, જેથી મજકુર આરોપી સામે ઘોરણસર કાર્યવાહી કરી શેરૂલ ગામ તા.માલેગાવ, જી.નાસીક, રાજ્ય મહારાષ્ટ્ર ખાતેથી લાવી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે. 

    આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઈન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના માણસો જોડાયા હતા.