ઝઘડીયા તાલુકાના રાજપારડી કવોરી વિસ્તારમાં ડ્રીલ મશીન ઓપરેટર નુ ટ્રેક્ટર પલ્ટી જતા મોત.

Published on BNI NEWS 2020-11-25 12:49:57

    • 25-11-2020
    • 434 Views

    (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

    મરણ જનાર ડ્રીલ મશીન ઓપરેટર પથ્થરની ખાણમાં કામ કરતો હતો.

    ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ની કવોરી વિસ્તારમાં કેલ્વિન કુમાર ધીરજલાલ કરડાણી ના ઓની પથ્થરની ખાણ આવેલી છે.તેમની પથ્થરની ખાણમાં પથ્થરમાં હોલ પાડવાના ડ્રીલ મશીન ઉપર ઓપરેટર તરીકે બડક કાશીનાથ મૂળ રહેવાસી બલરામપુર જીલ્લો બલિયા ઉત્તર પ્રદેશ તથા હેલ્પર તરીકે સુગ્રીવ બિન્દ કશ્યપ કામ કરે છે.ગત સોમવારના રોજ બડક કાશીનાથ તથા તેનો હેલ્પર સુગ્રીવ શ્રી બિન્દ કશ્યપ ગોકુલ સ્ટોન કોરીની ખાણ પર ડ્રિલ મશીન રસ્તામાં અડચણરૂપ થાય તેમ મુકેલ હોય તેને વ્યવસ્થિત મુકવા માટે ગયા હતા અને મશીનને સાઈડમાં વ્યવસ્થિત મૂક્યું હતું.ત્યાર બાદ ડ્રિલ ઓપરેટર બડક કાશીનાથ ટ્રેક્ટર લઈ નીકળ્યો હતો તે દરમિયાન બડક કાશીનાથ એ તેના કબજાનો ટ્રેક્ટર પૂર ઝડપે લઈ આવતા અને ઓચિંતુ ટ્રેક્ટર ખાડામાં પડતા પલટી મારી ગયું હતું અને ટ્રેકટરચાલક બડગ કાશીનાથ ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો. સારવાર અર્થે તેને રાજપારડી ખાનગી દવાખાનામાં લઈ જતા તબીબે તેને મરણ જાહેર કરેલ હતો. હેલ્પર શ્રીબિંદ કશ્યપે ડ્રીલ મશીન ઓપરેટર એવા ટ્રેકટર ચાલક બડક કાશીનાથ વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.