આમોદ નગર વેપારી ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી.

Published on BNI NEWS 2020-10-20 18:29:33

    • 20-10-2020
    • 318 Views

    સંસ્થાને નફો થતા સભાસદોને ૧૨ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું.

    આમોદ નગર વેપારી કો.ઓ.ક્રેડીટ સોસાયટીની વર્ષ ૨૦૧૯-૨૦ની ૨૧મી વાર્ષિક સાધારણ સભા દિગંબર જૈન બોડીંગ ગાંધીચોકમાં ચેરમેન વિજય પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.૩૧ માર્ચ ૨૦૨૦ના પુરા થતાં વર્ષના વાર્ષિક હિસાબો સર્વાનુમતે મંજુર થયા હતા. સંસ્થાએ સારો નફો કરતા ક્રેડીટ સોસાયટીના સભાસદોને ૨૧ મુ ડિવિડન્ડ ૧૨ ટકા લેખે જાહેર કરતા હાજર સભાસદોએ વધાવી લીધું હતું.સમગ્ર સભાનું સંચાલન મેનેજર ભરત શાહે કર્યું હતું.