રાજપીપળામા મેઈન હાઈવે રોડ ઉપર ઝગડતા ગાય અને આખલાએ મોટર સાયકલને અડફેટમાં લેતા ગંભીર ઈજા થવાથી ચાલકનું મોત.

Published on BNI NEWS 2020-10-20 18:22:21

    • 20-10-2020
    • 248 Views

    (પ્રતિનિધિ : જયોતિ જગતાપ,રાજપીપળા)

    રાજપીપળામાં મેઈન હાઈવે રોડ ઉપર ગાય અને આખલો ઝગડતા બંને પશુઓએ મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજા ચાલકનું મોત નીપજ્યુ છે.

    આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.જેમા બનાવની વિગત મુજબ મરનાર રણજીતભાઈ ગોપાલભાઈ તડવી (રહે,ફુલવાડી તળાવ ફળીયુ પોતાની મોટર સાયકલ નંબર જીજે ૨૨ ઈ ૨૯૦૮ લઈને રાજપીપળાથી પોતાનુ ગામ ફૂલવાડી ખાતે જતા હતા.તે વખતે ગુરુકૃપા સોસાયટી,આદર્શ નિવાસી શાળા પાસે મેઈન હાઇવે રોડ ઉપર પોતાની સાઈડે મોટર સાયકલ ચલાવી જતા હતા તે વખતે અંધારામા ગાય અને આખલો ઝગડતા હોઈ જેમાં બંને પશુઓ અચાનક દોડી આવવાથી રણજીતભાઈને અડફેટમાં લઈ લીધા હતા.જેમા ગાડી ઉપરથી ડામર રોડ ઉપર પડી જતા માથામા પાછળના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ.જેની ખબર ગોપાલભાઈ સરાદભાઈ તડવી રહે, ફૂલવાડી તળાવ ફળીયુ) પોલીસને આપતા રાજપીપળા પોલીસે કાયદેસરને કાર્યવાહી હાથધરી હતી.