હોસ્પિટલ માંથી ડીલીવરી કરાવી ઘરે જતા નવજાત શિશુ તથા તેના પરિવારને ઝઘડિયા નજીક સરદાર પ્રતિમા રોડ પર અકસ્માત નડ્યો.

Published on BNI NEWS 2020-10-20 18:15:42

    • 20-10-2020
    • 526 Views

    (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

    રોંગ સાઈડ ચાલતા બે વાહન વચ્ચે અકસ્માતમાં સદનસીબે નવજાત શિશુને કોઈ ઈજાઓ થઈ નથી પરંતુ અન્ય મારૂતિ વાનમાં સવાર અને નાનીમોટી ઈજાઓ થઈ.

    ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા અને સરદાર પ્રતિમા ને જોડતા ચાર માર્ગીય હાઈવે પર ઝઘડિયા તાલુકામાં માર્ગ બિસ્માર હાલતમાં હોય નાના મોટા વાહન ચાલકો રોંગ સાઈડ પર પોતાના વાહનો ચલાવે છે.જેથી વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. જેથી રોંગ સાઈડ ચાલતા વાહનો જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના એક ગામના બહેન ઝઘડિયાની હોસ્પિટલમાં ડિલિવરી માટે એડમિટ થયા હતા જેઓ આજરોજ બપોરના સમયે તેમના નવજાત શીશુ સાથે રજા લઈ તેમના પરિવાર સાથે મારુતિ વાનમાં ઝઘડીયા થી અંકલેશ્વર તરફ જતા હતા તે દરમિયાન ઝઘડિયા અને રાણીપુરા ગામ વચ્ચે હાઈવા ટ્રક સાથે મારુતિ વાનનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં મારુતિ વાન પલ્ટી થઈ ગઈ હતી.મારૂતિ વાનમાં સવાર મહિલા તેમજ તેના નવજાત શિશુનો આબાદ બચાવ થયો હતો પરંતુ અન્ય લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે ઝઘડિયા સરદાર પ્રતિમા રોડ પર ટ્રાફિક જામ થયો હતો.