ડીસા ખાતે એબીવીપી બનાસકાંઠા જિલ્લાનો અભ્યાસવર્ગ યોજાયો.

Published on BNI NEWS 2020-10-20 18:03:55

    • 20-10-2020
    • 222 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જિલ્લાનો અભ્યાસ વર્ગ ગત રવિવારના રોજ ડીસા આદર્શ સ્કૂલ ખાતે યોજાયો હતો.જેમાં એબીવીપી બનાસકાંઠા જીલ્લાના વિવિધ નગરોમાંથી ૫૦ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.જીલ્લા અભ્યાસ વર્ગમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય,પરિષદ ગીતથી એક દિવસીય અભ્યાસ વર્ગ યોજાયો હતો.જેમાં રાષ્ટ્રીય કારોબારી સદસ્ય રવિભાઈ સોલંકીની સવિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓને વિવિધ સત્રો દ્વારા માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમમાં પાટણ વિભાગ સંયોજક ધવલભાઈ જોષી,બનાસકાંઠા જીલ્લા પ્રમુખ પ્રતિકભાઈ ઠક્કર,જીલ્લા સંયોજક અજયભાઈ જોષી,સહસંયોજક દિવ્યાંગભાઈ સેવક સહિત વિવિધ નગરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.