પંજાબ હરિયાણામાં ટ્રાન્સપોર્ટેશની હડતાલના પગલે ભરૂચ નજીક ટ્રાફિક હળવો : ગાબડા પુરવાની કામગીરી શરૂ કરાઈ.

Published on BNI NEWS 2020-09-26 17:49:06

  • 26-09-2020
  • 399 Views

  કુષી બિલના વિરોધમાં ખેડૂતોની હડતાળના પગલે હાઈવે ઉપર ટ્રાફિકનું ભારણ ઘટયું.

  મુલદ ટોલટેક્સ થી ૫૦ મીટર સુધીનો જ માર્ગ સારો ભરૂચ તરફ જૂના સરદાર બ્રીજ સુધીનો માર્ગ વાહન ચાલકો માટે જીવલેણ.

  ગાબડા પુરવાની કામગીરીથી ભારે વાહનોના ટાયર નીચે મેટલ ઉછળતાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે જીવનું જોખમ.

  ગાબડા પુરવાની કામગીરી થી ધૂળની ડમરી થી લોકોને કોરોનાનો ભય.

  બ્રિજ પર કારપેટીંગ કરાવવા ૨ કરોડ કેન્દ્ર સરકારે મંજૂર કર્યા : ટેન્ડરની પ્રક્રિયા ૪૫ દિવસમાં પૂર્ણ થશે તેવી આશા.

  ભરૂચ જીલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ અંકલેશ્વર જુના-નવા સરદાર બ્રિજ ઉપર મસમોટા ખાડાઓ પડી જતા વાહનચાલકોની વાહન હંકારવા ની ગતિ ધીમી થતા સતત ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું.જેના પગલે મીડિયા સમગ્ર અહેવાલ પ્રકાશિત કરતાં જ ટોલ ટેક્સ વિભાગ દ્વારા દેખાવા પૂરતા ગાબડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ગાબડા પુરવામાં વાપરવામાં આવતું મટીરીયલમાં મેટલ પથરાઓ ભારે વાહનોના ટાયર નીચે દબાવવાના કારણે ઉછળીને ટુ વ્હીલર વાહન ચાલકો ઉપર ઉડતા ટુ વ્હીલર વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

  ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ નો સમગ્ર માર્ગ વરસાદી પાણીમાં ધોવાઈ જવાના કારણે બિસમાર બન્યો છે જેના કારણે ભારે વાહનોની ગતિ ધીમી થઇ જતાં છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું છે.ભરૂચ તરફના જૂના સરદાર બ્રીજ થી ટોલ ટેક્ષ સુધી સમગ્ર માર્ગ બિસમાર બનતા ભારે વાહનોની ધીમી ગતિએ પોતાના વાહનો પસાર કરવા માટે મજબુર થતા સતત ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થઇ રહ્યુ છે.જોકે સતત મીડિયાએ પણ ટ્રાફિક જામની સમસ્યા અંગે અહેવાલો પ્રકાશિત કરતા ટોલ ટેક્ષ વિભાગ દ્વારા દેખાવા પૂરતી મસમોટા ખાડા પડી ગયેલા ગાબડાઓ ઉપર મેટલ અને માટી પાથરવાની કામગીરી શરૂ કરી ગાબડા પૂરવામાં આવી રહ્યા છે.પરંતુ ગાબડા પુરવામાં આવતા મેટલ ભારે વાહનોના ટાયર નીચે આવી જવાના કારણે મેટલો ઉછડી સામેની સાઈડ ટુ વ્હીલર વાહન ચાલકો ઉપર પડતા વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે.ત્યારે મીડિયાના અહેવાલ બાદ અને ટોલટેક્સ વસૂલવામાં વિઘ્ન ન આવે તે માટે ટોલટેક્સ સંચાલકો દ્વારા ગાબડા પુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે તાજેતરમાં સામાન્ય વરસાદ વરસે તો પુનઃ માર્ગ બિસમાર બની જાય અને ટ્રાફિક જામની સમસ્યાનું પુનઃ નિર્માણ થાય તેવી પણ વાહન ચાલકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

  એક તરફ ટ્રાફિક પોલીસની ઉઘરાણી તો બીજી તરફ ટોલ ટેક્ષની ઉઘરાણી અને ટોલટેક્ષ નજીક કિન્નરોની રૂપિયાની ઉઘરાણી સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બિસ્માર માર્ગ ના કારણે ભારે ત્રાહિમામ પોકારી ઉઠેલા વાહન ચાલકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ટ્રાફિક જામમાં પેટ્રોલ-ડીઝલનું આંધણ કરવા છતાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે.ઓવરલોડ વાહન હોય તો ટ્રાફિક પોલીસને રૂપિયા ચૂકવવા પડે અને ટોલટેક્સ નજીક કિન્નરો પણ ભારે વાહન ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે.જેના કારણે આખરે લૂંટાવાનો વારો તો વાહન ચાલકોને જ આવી રહ્યો હોવાના પણ આક્ષેપો થયા છે.

  અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર દિવસ પછી નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટયું હતું જેમાં પંજાબ અને હરિયાણામાં કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને કેટલાય ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જતા ભારે વાહનોના ટાયર થંભી ગયા છે.જેના કારણે ભરૂચ નજીક આજે ટ્રાફિક જામ હળવો જોવા મળ્યો હતો અને તેના કારણે સમગ્ર નેશનલ હાઈવે ઉપર પડેલા ગાબડાઓમાં માટી અને મેટલો થી પુરાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ સતત પવન હોવાના કારણે ગાબડા પુરવાની કામગીરી થી ધૂળની ડમરી ઉડતા કેટલાય વાહન ચાલકોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો તો ગાબડા પુરવામાં મોટા મેટલનો ઉપયોગ કરવામાં આવતાં ભારે વાહનોના ટાયરોથી મેટલ ઉછળી ટુ વ્હીલર વાહન ચાલકો ઉપર પડતા કેટલાય વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવાનો વારો પણ આવી રહ્યો છે.ત્યારે દેખાવ પૂરતા ગાબડા પુરવામાં આવતા પુનઃ એકવાર સામાન્ય વરસાદ વરસેતો માર્ગ પાછો બિસ્માર થઈ જશે અને વાહનોની લાંબી કતાર ની સમસ્યા યથાવત થનાર છે ત્યારે સમગ્ર નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર તાત્કાલિક ડામર કંપચીનું કારપેંટિંગ કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ ઉઠાવી રહ્યા છે.