રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ જંબુસર તાલુકાની પ્રથમ મિટીગ યોજાઈ.

Published on BNI NEWS 2020-09-23 19:08:20

    • 23-09-2020
    • 317 Views

    રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ભરૂચ જીલ્લા મહિલા પ્રકોષ્ટં અધ્યક્ષ રસ્મિતા દીક્ષિતની અધ્યક્ષતામાં પ્રથમ મીટિંગનું આયોજન જંબુસર ખાતે કરવામાં આવ્યું હતું.સદર મીટીંગમાં રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદનો હેતુ જીલ્લા મહિલા અધ્યક્ષ દ્વારા સૌ ઉપસ્થિતોને જણાવવામાં આવ્યો હતો.આ સહિત સરકાર દ્વારા પૂજારી તથા કર્મકાંડી બ્રાહ્મણોને યાદી રાહત પેકેજ વિચારણા અર્થે મંગાવવામા આવી છે.તે અંગે ચર્ચા વિચારણા કરી જંબુસર શહેર તથા તાલુકાના કર્મકાંડી બ્રાહ્મણ પુજારીની યાદી ફોન નંબર સહિત તૈયાર કરવામાં આવી પ્રથમ યોજાયેલ મીટિંગમાં આરએસએસ પીના હોદ્દેદારોમાં સંત સહયોગી પુરુષ પ્રકોષ્ટ ભરૂચ જીલ્લા મીડિયા પ્રભારી સંજયભાઈ પટેલ, પુરુષ પ્રકોષ્ટ તાલુકા કાર્યકર ધર્મેશભાઈ પુરાણી,જંબુસર તાલુકા અધ્યક્ષ દિલીપભાઈ દીક્ષિત સહિત જંબુસર શહેર બ્રહ્મ સમાજ અગ્રણીઓ નિખિલભાઈ જાની યોગેશભાઈ વિનયભાઈ સંજયભાઈ હાજર રહ્યા હતા.