આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાળે ગયેલા વહીવટથી વીજ ધારકો ત્રાહિમામ.

Published on BNI NEWS 2020-09-23 18:57:39

  • 23-09-2020
  • 330 Views

  વીજ ઉપકરણો ફૂંકાવાથી વીજ ધારકોને આર્થિક નુકશાન.

  આમોદ નગર સહિત પંથકમાં ડીજીવીસીએલના ખાળે ગયેલા  વહીવટથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. વીજ પાવર ડીમ ફૂલ થતાં વીજ ઉપકરણો સાધનો જેવા કે ફ્રીજ,ટીવી,પંખા જેવા સાધનો ફૂંકાઈ જવાના બનાવ પણ બન્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી વીજ કંપનીના ધાંઘીયાથી લોકોને દિવસ- રાત અંધારા જ ઉલેચવા પડતાં હોય વીજ કંપનીની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.

  એક બાજુ કોરોના મહામારીના કારણે સિનિયર સીટીઝનો તેમજ બાળકો ઘર માંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ત્યારે બીજી બાજુ ઘરમાં મચ્છરના ત્રાસથી ડેન્ગ્યુ જેવી બીમારી  ફેલાવવાનો ભય પણ નગરજનોને સતાવી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આમોદની વીજ કચેરીમાં જૂના હેલ્પરોની બદલી કરી આપતા નવા આવેલ હેલ્પરોને વીજ ફોલ્ટ જલ્દીથી મળતો નથી.

  બે દિવસ પહેલાં જ ઘમણાદ ગામે વોટરવર્કસમાં લાઇટની ખામીને કારણે મેન્ટેનન્સ માટે ગયેલ કર્મચારીઓને ઘમણાદ ગ્રામજનોએ વીજ કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો હતો અને વીજ કર્મીઓએ તાત્કાલીક કામગીરી કરતા તેમનો છુટકારો થયો હતો.વીજ કચેરીના અંધેર વહીવટથી ધુંઆપુંઆ બનેલા નગરજનો વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.