નવોદયની પરીક્ષામાં ગુજરાતમાં પાંચ નંબર મેળવનાર વૈદહીનું ભારત વિકાસ પરિષદ દિયોદર શાખાએ સન્માન કર્યું.

Published on BNI NEWS 2020-09-23 17:25:35

    • 23-09-2020
    • 310 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    બનાસકાંઠા ના દિયોદર તાલુકા રૈયા પે.કે.શાળા પ્રાથમિક શાળા માં  પ્રાથમિક શિક્ષણ દરમિયાન અભ્યાસ કરતા કેન્દ્ર સરકાર નવોદય ની ધોરણ પાંચ માં પરીક્ષા આપી ગુજરાતમાં પાંચમાં રેન્ક સાથે  દિયોદર તાલુકાના રૈયા ગામ ની વૈદહી હિતેન્દ્ર કુમાર વોરા એ પરીક્ષા પાસ કરી પરિવાર તેમજ શાળા અને તાલુકા નું નામ રોશન  કર્યું છે.ત્યારે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન પત્ર, મોમેન્ટો શાલ ઓઢાડી વૈદહી નું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ જામાભાઈ પટેલ, ઉત્તર પ્રાંત કારોબારી સભ્ય ભરતભાઈ અખાણી,શૈલેષભાઈ ઠક્કર,વિરેન્દ્રભાઈ જોશી , સુરેશભાઈ ઉપાધ્યાય ,પરાગભાઈ ગજ્જર,ભીખીબેન વોરા, સહયોગી દાતા ગેમરભાઈ દેસાઈ દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘ  સહિત લોકો ઉપસ્થિત  રહ્યા હતા.જોકે સૌએ વૈદહી ને નવોદય પરીક્ષા પાસ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.