રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરવાનગી મંજૂરી વગર આમોદ પાલિકાએ ખોદેલા રોડ ઉપર ટ્રક ફસાતા નુક્શાન.

Published on BNI NEWS 2020-09-21 12:09:23

    • 21-09-2020
    • 228 Views

    આમોદ નગરપાલિકાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ ની પરવાનગી વગર આમોદ પાસેથી પસાર થતા સર્વિસ રોડ ઉપર પાઈપલાઈન નાખીને રોડ પણ રીપેર ના કરતા આજે એક ટ્રક ફસાઈ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.ત્યારે કોઈ જાનહાની થાય તો જવાબદારી કોની તે ચિંતાનો વિષય બન્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ ઉપર ડામરવાળો રોડ ખોદીને આમોદ પાલિકાએ રાષ્ટ્રિય ધોરીમાર્ગ વિભાગ ભરૂચની મંજૂરી મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે વર્ષ ૨૦૧૭-૧૮ના ૧૪માં નાણાંપંચનીગ્રાન્ટ હેઠળ ૧૪,૮૦,૫૭૮ રૂપિયાની પાઇપલાઇન નાખી વિવાદ ઉભો થયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરુચે નોટિસમાં જણાવ્યું હતું કે આમોદમાં આવેલી મારુતિ સો રૂમથી હોટેલ ટેસ્ટી સુધી ગેરકાયદેસર મંજૂરી વગર આમોદ પાલિકાએ ખોદકામ કરી ડામર રોડ તોડી નાખી પાઇપલાઇન નાખી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરુચે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો હતો જેને આમોદ પાલિકાએ  પરવાનગી મેળવ્યા વગર તોડી નાખી ગેરકાયદેસર રીતે પાઈપલાઈન નાખી હતી.જે બાબતે આમોદ પાલિકાને નોટીસ આપી ગેરકાયદેસર નાખેલી પાઈપલાઈન દૂર કરવા નોટીસ ફટકારી હતી અને તેની જાણ આમોદ મામલતદાર તેમજ જિલ્લા કલેકટરને પણ કરી હતી.છતાં આમોદ પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી અને ગેરકાયદેસર નાખેલી પાઈપલાઈન દૂર કરતા નથી તેમજ ડામરવાળો રોડ પણ રીપેર ના કરતા અનેક વાહનચાલકો સર્વિસ રોડ ઉપર ફસાઈ જતા વાહન ચાલકોને ભારે નુકશાન વેઠવું પડે છે.