કરજણ તાલુકાના કલ્લાશરીફ ખાતે સૈયદ મુસ્તાકઅલી બાવાના જન્મદિન નિમિત્તે રકતદાન શિબિર યોજાઈ.

Published on BNI NEWS 2020-09-16 15:06:32

    • 16-09-2020
    • 269 Views

    (પ્રતિનિધિ : ગુલામહુશેન ખત્રી,રાજપારડી)

    હઝરતના ૭૪ માં જન્મદિન પ્રસંગે ૭૪ રક્તદાતાઓ દ્વારા  રકતદાન કરવામાં આવ્યુ.

    કરજણ તાલુકાના કલ્લાશરીફ ખાતે હઝરત સૈયદ મુસ્તાકઅલીબાવાના ૭૪ માં જન્મદિન નિમિત્તે યોજાયેલા રક્તદાન કાર્યક્રમમ‍ાં ૭૪ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ હતું.કોરોના મહામારી સમયે હઝરતના અનુયાયીઓ દ્વારા રકતદાન જેવા ઉમદા કાર્ય થકી સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના ૭૪ મા જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ફૈઝ યંગ સર્કલ અને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે  સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના જન્મદિન નિમિતે કલ્લાશરીફ ખાતે રકતદાન શિબિર યોજાઈ હતી.ઉલ્લેખનીય છે કે હઝરતના જન્મદિનના પ્રસંગને તેમના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવતો હોય છે.જે સંદર્ભે કલ્લા સ્થિત સૂફી સંત ફૈઝ એકેડમી સ્કૂલ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.હાલ જ્યારે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોહીની જરૂરત વધુ રહે છે.ત્યારે સમાજ સેવાને પોતાના જીવનનો એક ભાગ બનાવનાર હઝરત  સૈયદ મુસ્તાકઅલીબાવા સાહેબને તેમના જન્મદિન ની ભેટ સ્વરૂપે અનુયાયીઓ દ્વારા સમાજને ખૂબ ઉપયોગી એવી  રકતદાન શિબિરનું આયોજન કરી હઝરતના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે હઝરત મુસતાકઅલી બાવાના અનુયાયીઓએ હઝરતના દીર્ઘાયુ માટે દુઆઓ કરી હતી.ઉલ્લેખનીય છે કે સૈયદ મુસ્તાકઅલી બાવા તેમજ તેમના સાહબજાદા  સૈયદ વાહીદઅલી બાવા હંમેશા શિક્ષણ ને પ્રાથમિકતા આપે છે.તેઓ દરેક અનુયાયીઓને ધાર્મિક શિક્ષણની સાથે સાથે દુનિયવી  શિક્ષણ પ્રાપ્ત કરવા પણ અનુરોધ કરે છે.વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નાનકડા ગામ  કલ્લા ખાતે  ફૈઝ એકેડમી નામની સંસ્થાની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પ્રગતિ કરી છે.ઉપરાંત સતત ધો ૧૦ ની બોર્ડ પરિક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓમાં  ફૈઝ એકેડમી સંચાલિત શાળાએ મહત્વ નું સ્થાન મેળવ્યુ છે.