ડીસાના ભીલડીમાં ખાનગી તબીબ દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવાના કારસ્તાનનો પર્દાફાશ : આરોગ્ય અધિકારીની કાર્યવાહીથી ફફડાટ.

Published on BNI NEWS 2020-09-16 11:38:17

  • 16-09-2020
  • 208 Views

  (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)
  આરોગ્યની ટીમે ઓચિંતો દરોડો પાડી ખાનગી તબીબનું સોનોગ્રાફી મશીન સિલ કર્યું.

  બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ ટીમ સાથે ડીસા તાલુકાના ભીલડીમાં મંગળવારે સાંજે ઓચિંતો દરોડો પાડ્યો હતો.જ્યાં એક ખાનગી તબીબના ક્લિનિક માંથી સોનોગ્રાફી મશીન સિલ કરી તબીબ દ્વારા ગર્ભ પરીક્ષણ કરવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ પ્રસરી ગયો છે.
  બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે ભીલડી ખાતે ખાનગી પ્રેક્ટિસ કરતાં ડો.કે.બી.પરમાર દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની માહિતી મળતાં મંગળવારે ઓચિંતી તપાસ હાથ ધરી ક્લિનિક માંથી એક સોનોગ્રાફી મશીન સિલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ડીસા અને ભીલડી પોલીસનો પણ સહકાર લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી તબીબના ક્લિનિક માંથી સોનોગ્રાફી મશીન સિલ કરી તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અન્ય ખાનગી પ્રેક્ટિસ કરતાં તબીબોમાં ફફડાટ પ્રસરી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા ભીલડીમાં દરોડાની મોડી સાંજ સુધી ચાલેલી કાર્યવાહીના પગલે સમગ્ર શહેરમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી. જોકે, સોનોગ્રાફી મશીન સિલ કરાયા બાદ પણ ડો.કે.બી.પરમાર હાજર ન મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 
  અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ખાનગી ઊંટવૈદ તેમજ સરકારી નોકરીની સાથે ખાનગીમાં ક્લિનિક ચલાવતા કર્મચારીઓ સામે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.જેમણે ટીમ સાથે અગાઉ પાલનપુર,અમીરગઢ,ડીસા,પાંથાવાડા સહિતના અંતરિયાળ વિસ્તારમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં આવા તબીબો,કર્મચારીઓ સામે અગાઉ કાર્યવાહી કરી.