રાજપીપળા પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં રોટેશનમાં વિસંગતતાઓ બાબતે નર્મદા કોંગ્રેસનું કલેકટરને આવેદન.

Published on BNI NEWS 2020-09-15 17:24:52

  • 15-09-2020
  • 255 Views

  (પ્રતિનિધિ : જયોતિ જગતપ,રાજપીપળા)  
  રાજપીપળા નગર પાલિકામાં વર્ષોથી બેઠક અનુસૂચિત જાતિ પુરૂષની આવતી હતી.તેને બદલે એક જ અનુસૂચિત જાતિની સ્ત્રી બેઠક ફાળવવામાં આવી છે : તાલુકા પંચાયતની બેઠકોમાં વસ્તી પ્રમાણે રોટેશન થયું નથી. 
  રાજપીપળા નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાં તેમના રોટેશનમાં વિસંગતતા હોવા બાબતે નર્મદા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.જેમાં રાજપીપળા નગરપાલિકામાં વર્ષોથી બેઠક અનુસૂચિત જાતિ પુરૂષની આવતી હતી તેને બદલે એક જ અનુસૂચિત જાતિની સ્ત્રીઓ બેઠક ફાળવવામાં આવી છે.તેમજ તાલુકા પંચાયતની બેઠકોમાં વસ્તી પ્રમાણે રોટેશન થયું હોવાની ફરિયાદ કરી છે. 
  આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલ ગુજરાત ચૂંટણી પંચ સમિતિ તરફથી તાલુકા જિલ્લા ની બેઠકોમાં રોટેશન કરવામાં આવી છે.તે નિયમો અનુસાર થયું હોય તેવું લાગતું નથી.જેની ફેર વિચારણા કરી નિયમો અને વસતીના પ્રમાણે ફેરફાર કરવા રજૂઆત કરી છે. 
  રાજપીપળા નગરપાલિકામાં એક જ અનુસુચિત જાતિ ની બેઠક તે અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક ફાળવવામાં આવી છે.વર્ષોથી બેઠક અનુસૂચિત જાતિ પુરુષની આવતી હતી.તો એ આ બેઠક પુરુષ કરવા નિયમ અનુસાર એસીની એક જ બેઠક હોય ત્યાં રોટેશન લાગુ પડતું નથી.નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો દેડિયાપાડા,સાગબારા,નાંદોદ,તિલકવાડા,ગરુડેશ્વરની પણ ઘણી બેઠકોમાં વસ્તી પ્રમાણે રોટેશન થયું હોવાની ફરિયાદ કરી છે.