ઝઘડીયામાં એક કોરોના સંક્રમિત સહીત તાલુકામાં વધુ ચાર વ્યક્તિઓને કોરોના પોઝિટિવ.

Published on BNI NEWS 2020-09-15 17:13:19

  • 15-09-2020
  • 327 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)
  ગતરોજ તથા આજરોજ અવિધા,સુલતાનપુરા,વંઠેવાડ,શિયાલીમાં આવેલા ચાર પોઝીટીવ :  બે કોરોના દર્દી ઝઘડિયા જીઆઈડીસીની‌ ગુલસન‌ પોલીમર્શ કંપનીમાં ‌ફરજ‌ બજાવે છે.
  ઝઘડિયા તાલુકામાં ગતરોજ મોડી સાંજે તથા આજે આવેલા ચાર કોરોના સંક્રમિત કેસ બહાર આવતા કોરોના સંક્રમણ નો આંક વધી રહ્યો છે.અત્યાર સુધીમાં ૮૪ થી વધુ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવી ગયા છે. જયારે સાત કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે.
  ઝઘડિયા તાલુકામાં તા. ૧૪ મી ના રોજ મોડી સાંજે જાહેર થયેલા તથા આજરોજ મળી વધુ ચાર નવા કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો આવ્યા છે.તથા ગતરોજ પોઝીટીવ આવેલા મહીલા દર્દી (૧) સવિતાબેન ભીખાભાઈ વસાવા ઉ.વ ૭૫ રહે.અવિધા તથા આજરોજ આવેલા (૨) અરવિંદ રામુભાઈ વસાવા ઉ.વ ૩૭ રહે.વંઠેવાડ (૩) બાબુભાઈ ભીખાભાઈ વસાવા ઉ.વ ૪૭ રહે.શિયાલી ઝઘડીયા (૪) બાબુભાઈ મગનભાઈ વસાવા ઉ.વ ૫૦ રહે.સ્ટેટ બેંક પાછળ સુલતાનપુરા ઝઘડીયાને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે.આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહ્યો છે જે હાલમાં ૮૪ થી વધુ ઉપર પહોંચ્યો છે.ઝઘડિયા,અવિધા,ધારોલી પીએચસી દ્વારા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફરઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે.પીએસસી દ્વારા પરીવારના સર્વે કરી તમામ સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા છે. 
  અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધતા ઝઘડિયા તાલુકામાં કોરોનાનુ સંક્રમણ ઝડપભેર રોજીંદુ વધી રહ્યું છે જે ચિંતાનો વિષય છે.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં સૌથી વધુ બહારગામ થી લોકોની આવનજાવન રહે છે તથા જીઆઈડીસી માં આવતા જતા લોકોના કારણે સ્થાનિક લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે.