હાલોલ-પાવાગઢ રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં બાઈકસવાર ૨ યુવાનોના મોત : ૩ ઘાયલ.

Published on BNI NEWS 2020-08-02 22:10:51

  • 02-08-2020
  • 292 Views

  હાલોલ-પાવાગઢ બાયપાસ રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બાઈકસવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.જ્યારે કારમાં સવાર ડોક્ટર હિરેન પટેલ,મોહન ડી.પટેલ

  અને અસ્મિતાબેન નાગજી પટેલને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.આ અકસ્માત વિરાસત વન અને વડાતળાવ વચ્ચે ગોકળપુર ગામ પાસે થયો હતો.અકસ્માતમાં મોતને ભેટેલા અમિત ગોહિલ નામના યુવકનો આજે જન્મદિવસ હતો.જન્મદિવસે જ મોત મળતા અને રક્ષાબંધનના એક દિવસ પૂર્વે એક જ પરિવારના બે પિતરાઈ ભાઈઓના મોતથી પરિવારમાં અને ગામમાં માતમ છવાયો છે.

  અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત

  હાલોલના ત્રિકમપુરાના અમિત રાવજી ગોહિલ અને તેના કાકાનો દીકરો ઘનશ્યામ પ્રતાપસિંહ ગોહિલ  હાલોલ તરફ આવી રહ્યા હતા.એ સમયે પૂરપાટ આવતી વેગનઆરે બાઈકને અડફેટે લેતા બન્ને યુવાનો ફંગોળાઈને રોડ પર પછડાયા હતા.જેમાં ગંભીર ઈજાઓ થતાં બન્નેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બાઈક ચલાવનાર અમિત ગોહિલનો આજે જન્મદિવસ હતો.અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા.