નર્મદા જિલ્લામા વધુ 07 કેસ પોઝિટિવ આવતા ફફડાટ : આંકડો 410 ઉપર પહોચ્યો.

Published on BNI NEWS 2020-08-02 20:47:06

  • 02-08-2020
  • 240 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  02 કેસ રાજપીપળા અને -01 કેસ નાંદોદતાલુકામા - 1 કેસ  ડેડીયાપાડા - 03 અને સાગબારા તાલુકામા -1 મળી આજે કૂલ 07 કેસ પોઝિટિવ નોંધાયા
  આજે 13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ. 
  નર્મદા જિલ્લામા કૂલ પોઝિટિવ કેસનો આંકડો 410 ઉપર પહોચ્યો : રાજપીપલા મા આજે વધુ 02કેસ નોંધાતા ફફડાટ.

  આજે નર્મદા જિલ્લામાવધુ 07 કેસ પોઝિટિવ આવ્યા છે.જેમા - 02 કેસ રાજપીપળા અને - 01 કેસ નાંદોદ તાલુકા મા -1 કેસ ડેડીયાપાડા - 03 અને સાગબારા તાલુકામા - 1 મળી આજે કુલ 07 કેસ પોઝિટિવ નોંધાયા હતા.જેમા આજે ફરી એકવાર રાજપીપળા મા કેસ પોઝિટિવ નોંધાતા રાજપીપળા વાસીઓમા ચિંતાનો વિષય એ બન્યો છે.BNI News
  આજના 07 પોઝિટિવ કેસ ની વિગત જોતા નાંદોદ  તાલુકામા - 1 કેસ,ડેડીયાપાડા તાલુકામા - 03 કેસ,સાગબારા મા - 1 કેસ કનખડી ગામે પોઝિટિવ નોંધાયો છે.જ્યારે રાજપીપળામા નોંધાયેલ - 02 પોઝિટિવ કેસ મા ભાટવાડા અને અંબિકા નગર વિસ્તાર મા પોઝિટિવ કેસ નોંધાતા રાજપીપળા વાસીઓ મા ભારે ફફડાટ ફેલાયો છે.
  આજના તમામ 07 પોઝિટિવ કેસ મા 03 આરટીપીસીઆર માથી આવ્યા છે.જ્યારે 04 કેસ રેપિડ એન્ટિજન માથી આવ્યા છે.આજે કોવીદ માથી 03 અને કોવીદ કેર માથી 10 મળી કુલ 13 દર્દીઓ સાજા થતા તમામને આજે રજા અપાઈ હતી.
  BNI News
  વડોદરા ખાતે રીફર 08 દર્દીઓ અને અમદાવાદ ખાતે રિફર 2 દર્દીઓ મળી કુલ 10 દર્દીઓને રિફર કરાયા છે.જ્યારે રાજપીપળાની કોવિડ હોસ્પિટલમા 41 અને કોવીદ કેર 37 અને હોમ આઈસોલેશનમા 08 મળીની કુલ 88 દર્દીઓ સારવાર હેઠળ છે.
  નર્મદા મા આજદિન સુધી કુલ 410 પોઝિટિવ કેસ નોધાતા કોવીદ પોઝિટિવ નો આંકડો આજે 400 ને પાર કરી ગયો છે.આજદિન સુધીમા કૂલ 314 ને રજા આપી છે.ગઈ કાલે કરેલ ટેસ્ટ ની સંખ્યા 175 માથી 54 નો રિપોર્ટ આવ્યો છે.તેમાથી 7 પોઝિટિવ આવ્યા છે અને હજી 121 નો રિપોર્ટ પેન્ડીગ છે.આજે કુલ 123 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે.
  BNI News
  પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવો હવે.
  For more Latest News Download
  BNI NEWS - http://play.google.com/store/apps/details?id=com.queryapps.bninews