રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સાથે સારો વ્યવહાર થતો ન હોવાની ફરિયાદ : તબીબ સાથે તું તું મેં મેં.

Published on BNI NEWS 2020-08-02 19:35:12

  • 02-08-2020
  • 255 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  રાજપીપળા પાલીકા પૂર્વ પ્રમુખ ઉતમ મહેતાને કોવિડ હોસ્પિટલનો થયો કડવો અનુભવ.
  તેમના ભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિદમા દાખલ થયે દર્દી સાથે ફરજ પરના તબીબના ઉધ્ધત વર્તનની ફરીયાદ.

  રાજપીપળા કોવિદ હોસ્પિટલની સુવિધાઓ બાબતે દિનપ્રતિદિન આમજનતાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે રાજપીપળા પાલીકા પૂર્વ પ્રમુખ ઉતમ મહેતાને કોવિડ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે.તેમણે એક મુલાકાતમા જણાવ્યુ હતુ કે મારા ભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને રાજપીપળા કોવીદ હોસ્પિટલમાં ખસેડેલ છે.જ્યા તેમને કડવો અનુભવ થયો હતો દાખલ થતાના પહેલા જ દિવસે કલાકો સુધી કોઇ જોવા પણ આવ્યુ નહી!
  ઉતમ મહેતાએ જણાવ્યું હતું કે મારા ભાઈ તપસ્વી મહેતાને કોરોનાની સારવાર માટે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
  BNI News
  એમને કિડનીનો પણ પ્રોબ્લેમ છે.એમને વધુ પડતી એન્ટિબાયોટીક દવાઓ નલેવાની સલાહ અમારા ફેમિલી ડોક્ટરે આપી છે. મારાભાઈને હાથમાં ગોળીઓ આપી નર્સ જતી રહેતી હતી.તો એમણે ફક્ત એટલુ જ પૂછયું કે આમાંથી એન્ટિબાયોટીક કઈ કઈ છે?તો એમને ઉધ્ધતાઈ થી જવાબ મળ્યો.હું આ બાબતની ફરિયાદ કરવા ગયો તો મારી સાથે પણ તબીબી અધિકારી દ્વારા ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરવામા આવ્યું છે હતુ અને ફરજ પરના તબીબ સાથે બોલાચાલી થતા તું.. તું.. મેં..મૈ..ના દશ્યો સર્જાયા હતા.આમ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સાથે સારો વ્યવહાર થતો જ નથી એવો આક્ષેપ પણ ઉતમ મહેતાએ લગાવ્યો હતો.BNI News
  પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવો હવે.
  For more Latest News Download
  BNI NEWS - http://play.google.com/store/apps/details?id=com.queryapps.bninews