ભરૂચની સરકારી કચેરીઓમાં સેવાભાવી સંસ્થાઓએ આપેલી કીટો ધૂળ ખાતી નજરે પડી.

 • ભરૂચની સરકારી કચેરીઓમાં સેવાભાવી સંસ્થાઓએ આપેલી કીટો ધૂળ ખાતી નજરે પડી.

  • 30-05-2020
  • 578 Views

  કોરોના વાયરસની મહામારી થી સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો ભોગ ન બને તે માટે તંત્રએ સેવાભાવી સંસ્થાઓને કીટો સરકારી કચેરીઓ માં જમા કરાવવા એલાન કર્યું હતું.
  સેવાભાવી સંસ્થાઓએ આપેલી જીવન જરૂરીયાતની સામગ્રીની કીટો કલેકટર કચેરી ઓફીસો માં જમા કરાવેલી કીટો જરૂરીયાતમંદ લોકો સુધી કયારે પહોંચશે : કીટો માં જીવાતો પડી જાય અને બિનઉપયોગી થાય તો જવાબદાર કોણ?

  સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે જેના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યું હતું.જેન આગલે બેરોજગાર બનેલા લોકો ને જીવન જરૂરીયાત સામગ્રી ની કીટો સેવાભાવી સંસ્થાઓ પહોંચાડી રહી હતી.આ સમયે અન્ય જીલ્લા માં સેવાભાવી સંસ્થાના સેવકો માં કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર દ્વારા સેવાભાવી સંસ્થા દ્વારા કીટો નજીક ની સરકારી કચેરીઓ માં જમા કરાવે અને ત્યાંથી જરૂરીયાતમંદો સુધી આ કીટો તંત્ર દ્વારા પહોંચાડવામાં આવશે તેમ વહીવટી તંત્રએ એલાન કર્યું હતું.પરંતુ સેવાભાવી સંસ્થાઓ એ કચેરી માં જમા કરાવેલી કીટો કલેકટર કચેરી ની ઓફિસો માં હજારો ની સંખ્યા માં ધૂળ ખાતી નજરે પડતા સેવાભાવી સંસ્થાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
  ચીન માંથી ઉત્પ્ન્ન થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વ ને બાન માં લીધુ છે.ત્યારે સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ના પગલે લોકડાઉન જાહેર કરાયું છે અને લોકડાઉન ના કારણે અનેક વેપાર - ધંધા પડી ભાંગતા લોકો બેરોજગાર બન્યા હતા અને ગરીબ તથા મધ્યમવર્ગ ના પરીવારો ની હાલત અત્યંત કફોડી બની હતી.રોજ કમાઈ ને પેટીયું રડતા પરીવારો ની હાલત પણ ગંભીર બનતા કેટલીક સેવાભાવી સંસ્થાઓ લોકો ની વ્હારે આવી મદદે આવી હતી અને સેવાભાવી સંસ્થાઓએ વિવિધ જીવન જરૂરીયાત સામગ્રીની કીટો બનાવી જરૂરીયાતમંદો ને હાથો હાથ પહોંચાડી રહ્યા હતા.પરંતુ અન્ય જીલ્લાઓ માં સેવાભાવી સંસ્થાઓ ના સેવકો માં કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓ કીટો લોકો ને અહીં પહોંચાડવા આદેશ કર્યા હતા અને કીટો નજીક ની જે તે સરકારી કચેરીઓ માં જમા કરાવવા માટે આહવાન કરાયું હતું.ભરૂચ માં પણ સેવાભાવી સંસ્થાઓ તથા કેટલીક ખાનગી કંપની દ્વારા જીવન જરૂરીયાત સામગ્રીઓ ની કીટો તૈયાર કરી ભરૂચ કલેકટર કચેરી માં જમા કરાવી હતી.પરંતુ આ તમામ કીટો ખરેખર જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચી છે ખરી? તે એક ચર્ચા નો વિષય બની ગયો છે.
  મીડિયા એ આજે કલેકટર કચેરી ની મુલાકાત લેતા કચેરી ના ગ્રાઉન્ડ ફ્લોર માં આવેલી ઓફિસો માં સેવાભાવી સંસ્થાઓએ આપેલી કીટોનો જથ્થો જોવા મળ્યો હતો.ત્યારે ખરેખર સેવાભાવી સંસ્થાઓએ આપેલી કીટો જરૂરીયાતમંદો સુધી પહોંચતી ન હોય અને ઓફિસો માં જ ધૂળ ખાતી નજરે પડી રહી છે.ત્યારે આ ધૂળ ખાતી કીટો માં જીવાતો પડી જાય અને બિનઉપયોગી બને તો જવાબદાર કોણ?ત્યારે અધિકારીઓ ની અણઆવડત ના કારણે સેવાભાવી સંસ્થાઓએ આપેલી કીટો સરકારી કચેરીઓ માં ધૂળ ખાતી નજરે પડતા સેવાભાવી સંસ્થાઓ માં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે ખરેખર જીવન જરૂરીયાત સામગ્રીઓ જરૂરીયાતમંદ લોકો સુધી ન પહોંચતા સેવાભાવી સંસ્થાઓ માં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે.

  કલેકટર કચેરી ની ઓફિસોમાં ધૂળ ખાતી કીટો મુદ્દે સોમવારે કલેકટરને ફરીયાદ કરાશે : એએચપી સેજલ દેસાઈ
  સેવાભાવી સંસ્થાઓએ આપેલી જીવન જરૂરીયાત સામગ્રી ની કીટો ભરૂચ કલેકટર કચેરી ના ગ્રાઉન્ડ ફ્લોર ની ઓફિસો માં હજારો ની સંખ્યા માં ધૂળ ખાતી નજરે પડી છે અને સેવાભાવી સંસ્થાઓ ખાવા પીવાની કીટો આ પ્રમાણે જોતા તેઓ માં આક્રોશ ફરી નીકળ્યો હતો.ત્યારે સરકારી કચેરી ના અધિકારીઓ પાસે જરૂરીયાતમંદોને કીટો પહોંચાડવાનો સમય ન હોય તો સેવાભાવી સંસ્થાઓ આ કીટો જાતે જ જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય તેમજ હજારોની સંખ્યા માં રહેલી કીટો માં જીવાતો થઈ જાય તો આ કીટો બિનઉપયોગી થઈ જવાની દહેશત પણ છે.ત્યારે કીટો જરૂરીયાતમંદો સુધી વહેલા માં વહેલી તકે પહોંચાડવામાં આવે તેની માંગ સાથે સોમવારે ભરૂચ જીલ્લા કલેકટરને લેખિત માં ફરીયાદ આપવામાં આવશે તેમ એચએએપી ના સેજલ દેસાઈ એ મીડિયા સમક્ષ માહિતી આપી હતી.
  પશ્ચિમ વિસ્તાર ના સલ્મ વિસ્તારો માં કીટો ની જરૂર : જરૂરીયાતમંદ
  કોરોના વાયરસ ની મહામારી માં લોકડાઉન થી રોજ લાવી રોજ ખાનારા ની હાલત કફોડી બની છે અને ખાસ કરી ને સલ્મ વિસ્તાર માં રહેતા લોકો ની હાલત ગંભીર બની રહી છે.સેવાભાવી સંસ્થાઓ કીટો ન પહોંચાડતા લોકો ની હાલત કફોડી બની છે.ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ એ કલેકટર કચેરી માં જમા કરાવી છે.અને આ કીટો આજે ઓફીસો માં ધૂળ ખાતી નજરે પડી રહી છે.હું ડુંગરી વિસ્તાર માંથી આવું છે અને મારા વિસ્તાર સહીત આસપાસ ના કેટલાક સલ્મ વિસ્તાર માં લોકો ને ખાવાં ના ફાંફા પડી રહ્યા છે.ત્યારે સરકારી કચેરી માં રહેલી કીટો બિન ઉપયોગી બને તે પહેલા જરૂરીયાતમંદ લોકો ને પહોંચાડવામાં આવે તેવી આજીજી જરૂરીયાતમંદ કરી રહ્યા છે.
  કીટો વરસાદી ઋતુ માં જરૂરીયાતમંદ લોકો માટે રાખી છે : એસડીએમ
  ભરૂચ ની કલેકટર કચેરી ના ગ્રાઉન્ડ ફ્લોર માં પાંચ જેટલી ઓફીસોમાં જીવન જરૂરીયાત સામગ્રી ની કીટો સેવાભાવી સંસ્થાઓ એ આપેલી કીટો ધૂળ ખાતી હોવાની ઘટના માં ભરૂચ એસડીએમ એ જણાવ્યુ હતું કે સેવાભાવી સંસ્થાઓ એ આપેલી કીટોનો જથ્થો વરસાદી ઋતુ માં જરૂરીયાતમંદ લોકો ને પહોંચાડવા માટે સંગ્રહ કરાયો છે.ત્યારે એસડીએમ ની આ ટેલીફોનીક વાત કંઈક અલગ દિશા માં જ હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે આ કીટો માં જીવતો પડી જાય અને બિનઉપયોગી બની જશે તો જવાબદાર કોણ?હાલ તો સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.