કેવડિયામાં ૬ ગામ માં ફેન્સીંગ વાડ બનાવવાના મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ.

 • કેવડિયામાં ૬ ગામ માં ફેન્સીંગ વાડ બનાવવાના મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ.

  • 27-05-2020
  • 324 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  પોલીસ કાફલા સાથે કેવડીયા ગામના હેલીપેડ ફળિયા પાસે ફેન્સીંગ કરવાના મામલે મોટી સંખ્યામાં મહિલા સાથે ગ્રામજનો વિરોધ પ્રદર્શન.

  મહિલાઓ વિરોધ કરતાં પોલીસ મહિલાઓ સહિત ગ્રામજનોને ડિટેઈન કર્યા. 

  એક મહિલાને ઈજા થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાય.

  લોકડાઉનમાં છેલ્લા કેટલાક વખતથી કેવડિયામાં 6 ગામ માં ફેન્સીંગ વાડ બનાવવાના મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. જેમાં પોલીસ કાફલા સાથે કેવડીયા ગામના હેલીપેડ ફળિયા પાસે ફેન્સીંગ કરવાના મામલે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી આવી હતી અને મહિલાઓ સહિત ગ્રામજનો કેવડિયા ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.જેમાં આજે મામલો બિચકતા પરિસ્થિતિને અંકુશમાં લેવા પોલીસ મહિલા સહિત ૧૦૦ થી વધુ વિરોધ પ્રદર્શનકારીઓને  અટકાયત કરી તેમને જીતનગર હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં એક મહિલાને ઇજા થતાં તેને રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તામંડળ દ્વારા કેવડીયા વિસ્તારના વિકાસ માટે ફેન્સીંગ નું કામ ચાલી રહ્યું છે.પણ આ પ્રવૃત્તિનો ગામ લોકો વિરોધ કરી રહ્યા છે.ગ્રામજનો કોઈપણ ભોગે પોતાને મહામૂલી જમીનો આપવા તૈયાર નથી,હાલ પોલીસના કાફલા સાથે ફેન્સીગનું કામ ચાલી રહ્યું છે તેની સામે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનોએ ભારે વિરોધ કરતા પોલીસ મહિલાઓ સહિત કેટલીક પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી, અને તમામને જીતનગર હેડક્વાર્ટરમાં લવાયા હતા. જોકે આ ઘર્ષણમાં એક મહિલા શારદાબેન તડવી ને ઈજા થતાં તેને રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા હતી.