તિલકવાડાના પીંછીપુરા ગામે અશ્વિન નદીમાં ન્હાવા ગયેલ યુવાન પર મહાકાય મગરે કર્યો હુમલો : ગામ લોકોમાં ફફડાટ.

 • તિલકવાડાના પીંછીપુરા ગામે અશ્વિન નદીમાં ન્હાવા ગયેલ યુવાન પર મહાકાય મગરે કર્યો હુમલો : ગામ લોકોમાં ફફડાટ.

  • 27-05-2020
  • 364 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  પીન્ટુ નામના યુવાને શરીરના ભાગે અલગ અલગ  પાંચ જેટલી જગ્યાએ બચકા ભરતાં ગંભીર રીતે ઘવાયો.

  પીન્ટુભાઈ હિંમત ન હારી પોતાને મગર મચ્છ ના પંજામાંથી છોડાવવા મરણિયા પ્રયાસો કરી પોતાનો જીવ બચાવ્યો. 

  મગરોને રેસ્કયુ કરી અને અન્ય જગ્યાએ મુકવાની ગામલોકોએ માંગ કરી.

  તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે અશ્વિન નદીમાં ન્હાવા ગયેલ યુવાન પર મહાકાય મગરે કર્યો હુમલો કરતા પીન્ટુ નામનો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. મગરે યુવાનને પાણીમાં ખેંચી જવા પ્રયત્ન કરતાં તેની સામે યુવાન પણ હિંમત હાર્યા વગર પોતાને મગરમચ્છના પંજામાંથી છોડાવવા મરણિયા પ્રયાસો કરી પોતાનો જીવ બચાવ્યો હતો.જોકે આ બંને વચ્ચે જીવન-મરણના યુદ્ધમાં યુવાન અને શરીર પર પાંચ જગ્યાએ ઈજા કરી ઘાયલ કર્યો હતો. આ બનાવથી ગામ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે 

   બનાવની વિગત અનુસાર મગરે ગામના યુવાનને પકડીલેતા સાથી યુવાનને બુમાબૂમ  કરતા  સાથી યુવાન દોડી આવ્યો હતો પણ ત્યાં સુધી મગર ના હુમલામા પિન્ટુ નામના યુવાન શરીરના ભાગે અલગ અલગ પાચ જેટલી જગ્યાએ ઘવાયો હતો અને લોહીલુહાણ થઈ જતા તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી બચાવી લેવાયો હતો.

  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામમાં અશ્વિન નદી આવેલીછે.ગામલોકો અવારનવાર નદીકિનારે ન્હાવા તેમજ કપડધોવા,પશુઓને પાણી પીવડાવવા અવારનવાર જતાં હોયછે.  હાલ ઉનાળાની સીઝનહોય 42ડિગ્રી તાપમાનમાં ખેતમજૂરી  કરીને આવેલ સાંજના સમયે ધરેઆવી ન્હાવા ગયેલ. તે દરમ્યાન મહાકાય મગરે પિન્ટુભાઈ બચુભાઈ તડવીને  શિકાર બનાવ્યો હતો .પરંતુ પિન્ટુભાઈએ હિંમત ન હારી પોતાનને મગર મચ્છના પંજા માથી છોડાવવા મરણિયા પ્રયાસો કર્યા હતા.જોકે મગરે શરીરે પાંચ જેટલી જગ્યાએ ધા કરી યુવાન ને ઈજાગ્રસ્ત કર્યો હતો . છતાંપણ મગર નો સામનો કરી પોતાનો જીવ બચાવ્યો હતો. બાદ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો .

  ઈજાગ્રસ્ત પિન્ટુભાઈએ જણાવ્યું હતુંકે અમારા ગામ અશ્વિન નદી આવેલી છે જ્યાં ગામલોકો ન્હાવા ધોવાતેમજ અન્ય કામ અર્થે જતા હોય છે અહીં અશ્વિન નદીમાં લગભગ ૬ થી ૭ મગર રહે છે.આ અગાઉ પણ એક વ્યક્તિનનું મારણ કરવામાં આવ્યું હતુ.ઘણા પશુઓનું પણ મારણ કરવામાં આવ્યું છે.આ અગાઉ અમે વનવિભાગને જાણ કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર એકજવાર પીંજરું મુકવામાં આવ્યું હતું.પરંતુ પીજરાને પણ તોડી નાખવામાં આવ્યું હતુ.એટલો મોટો મહાકાય મગર છે કે તેણે પિન્ટુભાઈને શરીરે લગભગ પાંચ જેટલી જગ્યાએ બચકાભર્યા છે હાલ પિન્ટુભાઈ થી કોઈ પણ જાતનું કામ થઈ શકે તેમ નથી.ગામલોકોની માગણી છે કે મગરોને રેસ્ક્યુ કરીને અન્ય જગ્યાએ મુકવામાં આવે.