પંડિત જવાહરલાલ નહેરુની ૫૬ મી પુણ્યતિથિ નિમિત્તે જીલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલી આપી.

  • પંડિત જવાહરલાલ નહેરુની ૫૬ મી પુણ્યતિથિ નિમિત્તે જીલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલી આપી.

    • 27-05-2020
    • 239 Views

    આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન દેશભરના તો નહીં પણ વિદેશનાં બાળકો માટે પણ ચાચા નહેરુ તરીકે જાણીતા તેમજ ભારત રત્ન અને આઝાદીના લડવૈયા એવા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે ૫૬ મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે તેઓને શ્રદ્ધાંજલી આપતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતનાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં પંડિત જવાહરલાલ નહેરુની તસ્વીરને પુષ્પમાળા પહેરાવવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. 
    આ અંગે જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણાએ જણાવ્યું હતું કે આઝાદીના લડવૈયા એવા ભારત રત્ન અને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની કુરબાનીઓને કદી પણ ભૂલી શકાય તેમ નથી.તેમણે આઝાદીની લડતમાં બાપુ અને સરદાર પટેલ સાથે રહીને લડત આપી હતી.દેશમાં આઝાદી બાદ એક સોય પણ બનાવી શકતા ન હતા ત્યાં તેમણે દેશમાં અનેકો ઔદ્યોગિક ક્રાંતિઓ કરીને દેશને પ્રગતિના પંથે લાવ્યા હતા તેમ તેમણે જણાવ્યું હતું.