સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અંતરિયાળ વિસ્તારના ગામમાં આઝાદીના સમયથી કોઈ યોગ્ય સુવિધા.

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અંતરિયાળ વિસ્તારના ગામમાં આઝાદીના સમયથી કોઈ યોગ્ય સુવિધા.

    • 27-05-2020
    • 366 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

    હવે તો ગામમાં રસ્તો બનાવો, પાણીની વ્યવસ્થા કરો નર્મદાના યુવાનની સરકારને આજીજી.

    ધોરણ ૧ થી ૫ ધોરણની શાળા પણ ઝૂંપડામાં ચાલે છે.

    પાણી માટે ફક્ત કૂવો જ એકમાત્ર સ્ત્રોત છે.

    પાણી ભરવા ઉનાળામાં બળબળતા તાપમાં ગામની મહિલાઓએ ૧ થી ૧.૫ કિ.મી સુધી પથ્થરો પર ચાલી ટેકરી પરથી નીચે ઉતરી ૬૦ થી ૭૦ ફૂટ ઊંડા કૂવામાંથી પાણી ભરે છે. 

    અમારે ઝોડીમાં બંધી બીમાર વ્યક્તિને બહાર લઈ જવો પડે છે.

    અમારા વિસ્તારને સરપંચ સતત 25 વર્ષથી ચૂંટાય છે પણ વિકાસનું કોઈ કામ કર્યું નથી. 

    નર્મદા જિલ્લામાં હજુ પણ એવા ઘણા ગામડાઓ છે કે જ્યાં આઝાદી પછી નથી રસ્તો બન્યો કે નથી પાણીની સુવિધા સરકારે ઉપલબ્ધ કરાવી અહીંયા વાત છે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના અંતરિયાળ વિસ્તારના ગામો માંડણ ચીનકૂવા ફળિયાની.

    એ ગામમાં આઝાદીના સમયથી નથી પાકો રસ્તો બન્યો કે નથી પાણીની યોગ્ય સુવિધા શાળા ચાલે છે તે એ પણ ઝૂંપડામાં અને જો વરસાદની સિઝન આવે તો ગામની બહાર વાહન લઈને જવાનું લોકો માટે કઠિન થઈ પડે છે.

    માંડણ ચીનકુવા ફળિયાના ૨૦ વર્ષીય યુવાન નરપત દલસુખ વસાવાએ પોતાની આપવીતી રજૂઆત કરી હતી.નરપત વસાવાએ જણાવ્યું હતું કે અમારા ૪૦૦ લોકોની વસ્તીના ગામમાં અત્યાર સુધી કોઈ સરકારી યોજનાઓ આવી જ નથી.૧ થી ૫ ધોરણની શાળા પણ ઝુંપડામાં ચાલે છે.એ શાળામાં એક બાજુએ લોકો રહે છે તો બીજી બાજુએ શાળા ચાલે છે.પાણી માટે ફક્ત કૂવો જ એક માત્ર સ્ત્રોત છે.પાણી ભરવા ઉનાળાના બળબળતા તાપમાં ગામની મહિલાઓએ ૧ થી ૧.૫ કિમિ સુધી પથ્થરો પર ચાલી ટેકરી પરથી નીચે ઉતરી ૬૦-૭૦ ફૂટ ઊંડા કુવા માંથી પાણી ભરે છે.તો અમુક લોકો પાણીના ઝર ફૂટે છે ત્યાંથી પાણી પીએ છે.એક વ્યક્તિ કૂવામાંથી પાણી કાઢી કાઢી અન્ય લોકોને ભરી આપે છે.રસ્તો પણ કાચો છે. ચોમાસામાં જો કોઈ બીમાર પડ્યું હોય તો ગામ સુધી ૧૦૮ કે અન્ય કોઈ વાહન આવી શકતું ન હોવાથી અમારે ઝોળીમાં બાંધી બીમાર વ્યક્તિને બહાર લઈ જવો પડે છે.અમારા વિસ્તારનો સરપંચ સતત 25 વર્ષથી ચૂંટાય છે પણ વિકાસનું કોઈ કામ કર્યું નથી.એમ કહીએ તો ખોટું નથી કે અમારા ગામમાં આઝાદી પછી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ જ નથી.

    અત્રે એ ઉલ્લેખનિય છે કે સરકાર ભલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે એની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરે પણ સાથે સાથે વર્ષોથી વિકાસ ઝંખતા ગામોમાં પણ વિકાસ કરવો જોઈએ, બીજું કંઈ નહીં તો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ એવી ગ્રામજનોની માંગ છે.