ભરૂચ માં બે એપીએમસી મહંમદપુરા અને વડદલા ખાતે કાર્યરત રહેશે : ચેરમેન અરૂણસિંહ રણા

 • ભરૂચ માં બે એપીએમસી મહંમદપુરા અને વડદલા ખાતે કાર્યરત રહેશે : ચેરમેન અરૂણસિંહ રણા

  • 23-05-2020
  • 841 Views

  વડદલા ની એપીએમસી દક્ષિણ અને પૂર્વ વિસ્તાર ના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ : ચેરમેન અરૂણસિંહ રણા  
  વડદલા ની એપીએમસી માં ખેડૂતો ગ્રહકો સાથે સીધો વેપાર કરતા ગ્રાહકો ને સસ્તા ભાવે મળી રહ્યા છે શાકભાજી અને ફળો.
  સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની મહામારી ના કારણે મહંમદપુરા એપીએમએસી માં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે કોરોના વાયરસ ફેલાઈ તેવી દહેશત ના કારણે જીલ્લા વહીવટી તંત્ર એ તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરી મહંમદપુરા ની એપીએમસી વડદલા ખાતે ખસેડવાનો હુકમ કર્યો હતો.પરંતુ કેટલાક વેપારીઓ વડદલા ની એપીએમસી માં ખસવા તૈયાર ન હોવાના કારણે હાલ વડદલા એપીએમસી દક્ષિણ અને પૂર્વ પટ્ટી ના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતા હવે ભરૂચ માં બે એપીએમસી કાર્યરત રહેશે તેમ ચેરમેને પત્રકાર પરિષદ માં જણાવ્યું હતુ.
  હાલ સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે અને કોરોના વાયરસ નું સંક્રમણ ને નાથવા માટે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ મહંમદપુરા એપીએમસી માં ખરીદી કરવા માટે લોકો નો મેળાવડો જામતો હોય અને કોરોના વાયરસ અહીં થી ફેલાઈ તેવી દહેશત ના પગલે મહંમદપુરા ખાતે ની એપીએમસી વડદલા સ્થિત નવનિર્માણ કરાયલે સબયાર્ડ માં ખસેડવામાં માટે નો નિર્ણય લેવામાં આવતા એપીએમસી ના ચેરમેન અરૂણસિંહ રણા એ જાહેરનામા મુજબ નેશનલ હાઈવે ઉપર વડદલા સબયાર્ડ કાર્યરત કર્યું હતું.પરંતુ મહંમદપુરા એપીએમસી ના કેટલાક વેપારીઓ વડદલા એપીએમસી ખાતે જવા તૈયાર ન હોવાના કારણે વિવાદ સર્જાયો હતો અને મહંમદપુરા એપીએમસી ના કેટલાક વેપારીઓ એ મનુબર રોડ ઉપર ખાનગી દુકાનો માં જ વેપાર શરૂ કરી દેતા અહીંયા પણ સોશયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડવા સાથે મહંમદપુરા એપીએમસી અંગે જાહેર કરેલ જાહેરનામા ની એસી કી તૈસી ના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.ત્યારે વડદલા ની એપીએસમી દક્ષિણ અને પૂર્વ વિસ્તાર ના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હોય તેમ વડદલા ની એપીએમસી માં દક્ષિણ વિસ્તાર ના માંડવા,બોરભાઠા બેટ,છાપરા સહીત પૂર્વ પટ્ટી ના શુક્લતીર્થ,ઝનોર,નવા અને જુના તવરા,મંગલેશ્વર,અંગારેશ્વર સહીત નબીપુર,પાલેજ ની આસપાસ ના તમામ ગામો માં ખેતી કરતા ખેડૂતો પણ વડદલા એપીએમસી માં પોતાની ખેતીનો પકવેલો શાકભાજી તથા ફળો નો જથ્થો ગ્રાહકો ને સીધો વહેંચી રહ્યો હોવાના કારણે પણ ગ્રાહકો ને શાકભાજી સસ્તી પડી રહી હોવાના કારણે વડદલા એપીએમસી લોકડાઉન બાદ પણ યથાવત રહેશે અને ભરૂચ માં બે એપીએમસી કાર્યરત રહેશે તેમ ચેરમેન અરૂણસિંહ રણા એ મીડિયા સમક્ષ જણાવતા મહંમદપુરા એપીએમસીના કેટલાક વેપારીઓ માં ફફડાટ મચી જવા પામ્યો હતો.
  ત્યારે હવે જોવું રહ્યું કે ભરૂચ માં બે એપીએમસી કાર્યરત રહેશે તો વેપારીઓ મુંઝવણ માં મુકાશે કે પછી વડદલા એપીએમસી દક્ષિણ અને પૂર્વ વિસ્તાર ના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે કે પછી એપીએમસી નો વિવાદ હજુ વધુ વકરશે તે આવનાર સમય બતાવશે.