દહેજ મરીન પોલીસ મથક ના એસ.આર.પી જવાન નું માર્ગ અકસ્માત માં મોત.

Published on BNI NEWS 2020-05-23 12:24:32

    • 13 hours ago
    • 2847 Views

    ભાવનગર જિલ્લાના રહેવાસી અને દહેજ મરીન પોલીસ મથક ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા બે એસ.આર.પી જવાનો મોટરસાઇકલ ઉપર વતન થી દહેજ જઇ રહયાં હતા ત્યારે જંબુસર ના દેવકુઇ ગામ નજીક સામે થી આવતી ટ્રક ના ચાલકે મોટરસાઇકલ ને અડફેટે લેતાં મોટરસાઇકલ ચાલક એસ.આર.પી જવાન નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાનાં તથા અન્ય સવાર એસ.આર.પી જવાન ને પગ ના ભાગે ઇજા થતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડ્યો હોવાનાં સમાચાર સાંપડ્યા છે. 
    જંબુસર પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ મરીન પોલીસ મથક ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા એસ.આર.પી. જવાનો ભાવનગર જિલ્લાના રહેવાસી પિયુષ જે.પંડયા તથા દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ તેમનાં વતનમાં ગયા હતા ત્યાથી દહેજ મરીન પોલીસ મથક ખાતે ફરજ ઉપર આવવા ગત રાત્રી ના મોટરસાઇકલ નંબર જીજે.૦૪.બીકે ૦૨૮૬ લઇને નીકળ્યા હતા. મળસ્કે સાડા ચાર વાગ્યા ના સુમારે તેઓ જંબુસર ના દેવકુઇ ગામ નજીક થી પસાર થતાં હતા ત્યારે જંબુસર તરફથી પુરઝડપે આવતી ટ્રક ના ચાલકે મોટરસાઇકલ ને અડફેટે લેતાં મોટરસાઇકલ ચાલક એસઆરપી જવાન પિયુષ જે પંડયા તથા દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ ફેંકાઇ ગયા હતા. જેમાં ટ્રક નું વ્હીલ મોટરસાઇકલ ચાલક પિયુષ જે પંડયા પર ફરી વળતા તેનું માથું છુદાંઇ જતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જયારે દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ ને જમણાં પગે ઇજા થતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડ્યા છે. બનાવ સંદર્ભે દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ એ જંબુસર પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ), એમવી એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ ગુનો નોંધી આગળ ની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી.ચોધરી ચલાવી રહ્યા છે અને નાસી છુટેલા ટ્રક ચાલક ને દબોચી લેવાં ચક્રો ગતિમાન કર્યા છે.