આર્થિક સંકડામણ થી કંટાળીને સ્કૂલવાન ચાલકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

 • આર્થિક સંકડામણ થી કંટાળીને સ્કૂલવાન ચાલકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

  • 23-05-2020
  • 902 Views

  સુરતમાં સ્કૂલ વાનના ચાલકે બેકારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા વિનોદ પટેલ નામના સ્કૂલ વાન ચાલક લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ઘરે બેઠા હતા. ગત રોજ તેમણે પોતાના ઘરે જ દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઇ લીધો.

  ડીંડોલી વિસ્તારની ઘટના
  સ્કૂલવેન ઓટો ચાલકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
  લોક ડાઉનના કારણે છેલ્લા બે માસથી ઘરે બેઠા હતા.
  ગત રોજ ઘરનો દરવાજો અંદરથી લોક કરી જીવન ટૂંકાવ્યું
  પરિવાર ઘરના નીચે આવેલ અન્ય રૂમમાં હતો અને યુવકે ઉપરના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો
  કલાકો વીત્યા બાદ દરવાજો ના ખોલતા પરિવારને કાંઈક શંકા જણાઈ
  જ્યા ફાયર ની મદદથી દરવાજો તોડી ખોલવાની ફરજ પડી
  આપઘાત કરવા પાછળ આર્થિક સંકડામણ નું કારણ હોવાનું અનુમાન
  મૃતદેહને  બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી. આપઘાત પાછળ આર્થિક સંકડામણ જ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મામલાની જાણ થતાં ડીંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.