૮૦૦ નજીક પહોંચ્યો વડોદરામાં Corona નો આંક.

 • ૮૦૦ નજીક પહોંચ્યો વડોદરામાં Corona નો આંક.

  • 23-05-2020
  • 1017 Views

  વડોદરામાં શુક્રવારે વધુ ૧૮ લોકોને કોરોના (Corona) પોઝિટિવનું નિદાન થયુ છે જેમાં ભાઇલાલ અમીન હોસ્પિટલ સાથે સંકળાયેલા વધુ ૩ લોકો ઉપરાંત સવિતા હોસ્પિટલની એક નર્સનો પણ સમાવેશ થાય છે. આ સાથે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો ૮૦૦ નજીક પહોંચી ગયો છે.

  આજે નોંધાયેલા ૧૮ કેસમાં એલેમ્બિક કોલોનીમાં રહેતો મુકેશ કુમાર ભાઇલાલ અમીન હોસ્પિટલની કેન્ટિનમાં કામ કરતો હતો હતો તો ઉંડેરા ખાતે રહેતી અરૃણા ડાભી અહી નર્સ તરીકે કામ કરતી હતી. આ ઉપરાંત સમતા અનુરાગ ટેનામેન્ટમાં રહેતા પલ્લવ પુરાણીના પિતા પ્રવિણભાઇને ભાઇલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા અવરજવર દરમિયાન પલ્લવને કોરાનાનું સંક્રમણ લાગ્યાની શક્યતા છે.

  અન્ય કેસમાં ન્યુ સમા રોડ વિસ્તારમાં જવાહર સોસાયટીમાં રહેતી શર્મિષ્ઠા મેકવાન વાઘોડિયારોડ પર આવેલી સવિતા હોસ્પિટલમાં ફરજ બજાવે છે, શર્મિષ્ઠા કોરોના વોર્ડમાં ફરજ બજાવતી હતી અને ફરજ પુરી થયા બાદ ક્વોરેન્ટાઇન કરાઇ હતી આ દરમિયાન તેને કોરોના પોઝિટિવનું નિદાન થયુ છે તેની સાથેની અન્ય ૬ નર્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

  જ્યારે વડોદરા-ડભોઇ વચ્ચે આવેલા રતનપુર ખાતે રહેતો અને વડોદરામાં એક્સિસ બેંકના લોન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા બ્રિજેશ હર્ષદભાઇ પટેલને પણ કોરોના પોઝિટિવનું નિદાન થયુ છે. તે બેંકના કામ માટે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ફરતો હોવાથી સંક્રમણ લાગ્યુ હોવાની શંકા છે. દરમિયાન વડોદરામા આજે પાંચ દર્દીઓને રજા પણ આપવામા આવી હતી. આ સાથે વડોદરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૭૯૧ થઇ છે જેમાંથી ૫૯ દર્દીઓના મોત થયા છે જ્યારે ૪૭૭ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

  વડોદરામાં શુક્રવારે નોંધાયેલા Corona પોઝિટિવ કેસ
  ૧) હેમાબેન સોની (ઉ.૫૨) પામગ્રીન ડુપ્લેક્સ, આજવા વાઘોડિયા રિંગ રોડ

  ૨) મુકેશ કુમાર (ઉ.૨૭) એલેમ્બિક કોલોની, ગોરવા

  ૩) અરણા ડાભી (ઉ.૨૩) કૃષ્ણદીપ સોસાયટી, આઇપીસીએલ ટાઉનશીપ પાસે, ઉંડેરા

  ૪) સૃષ્ટી સોની (ઉ.૩૦) ભાટવાડા, બરાનપુરા

  ૫) સુનિતાબેન જગદીશ પટેલ (ઉ.૬૪) કોઠી ફળિયા, જુની કાછિયાવાડ

  ૬) રાહુલ પટેલ (ઉ.૩૯) કબિર મંદિર ફળિયુ, જુની કાછિયાવાડ

  ૭) દક્ષાબેન પટેલ (ઉ.૬૦) કબિર મંદિર ફળિયુ, જુની કાછિયાવાડ

  ૮) મહેશ મકવાણા (ઉ.૪૮) સુમંગલ એપાર્ટમેન્ટ, આ.વી.દેસાઇ રોડ

  ૯) ચાંદબીબી ભોજવાલા (ઉ.૭૫) તાઇવાડા, વાડી

  ૧૦) યાકુબ ડુમ્બાવાલા (ઉ.૪૮) હનુમાન ફળિયા, ન્યાય મંદિર પાસે

  ૧૧) મોહનિસબાનું સુલેમાન સિંધી (ઉ.૬૫) મોગલવાડા, માંડવી

  ૧૨) નારાયણસિંગ ગુરખા (ઉ.૬૯) હુજરત ટેકરા, ભુતડીઝાંપા

  ૧૩) બ્રિજેશ હર્ષદભાઇ પટેલ (ઉ.૨૮) રતનપુર, ડભોઇ

  ૧૪) પરેશ રાજપુર (ઉ.૪૩) રુદ્રા કોમ્પ્લેક્સ, પરિવાર ચાર રસ્તા

  ૧૫) ધર્મિષ્ઠા મેકવાન (ઉ.૨૮) જવાહર સોસાયટી, ન્યુ સમા રોડ

  ૧૬) દ્રવિણચંદ્ર શાહ (ઉ.૮૦) સુવર્ણએપાર્ટમેન્ટ, પ્રતાપનગર

  ૧૭) પલ્લવ પ્રવિણભાઇ પુરાણી (ઉ.૨૯) અનુરાગ ટેનામેન્ટ, સમતા-સુભાનપુરા

  ૧૮) શહસુદ્દીન મુસ્તુફા શેખ (ઉ.૭૮) પાણીગેટ