ભરૂચ જિલ્લાના દહેજ બંદરે આવેલ દીવા દાંડી પ્રવાસીઓ માટે બંધ જાણો વધુ

 • ભરૂચ જિલ્લાના દહેજ બંદરે આવેલ દીવા દાંડી પ્રવાસીઓ માટે બંધ જાણો વધુ

  • 23-05-2020
  • 1973 Views

  કોરોનાવાયરસ ના કારણે ભરૂચ જિલ્લાના દહેજ બંદરે આવેલ દીવ દાંડી ના પ્રવાશન સ્થળે પણ લોકોની સતત અવરજવર રહેતી હતી કોરોનાવાયરસ ના સંક્રમણના કારણે દીવ દાંડી ખાતે પણ પ્રવાસીઓ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે
  ભરૂચ જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારીના કારણે લોક ડાઉન જાહેર કરાયું છે અને અનેક  પ્રવાસન સ્થળ પિકનિક પોઇન્ટ સહિત અનેક સ્થળો ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે જેના કારણે દહેજ પંથકના દીવા દાંડી બંદરે પણ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે અને મુખ્ય પ્રવેશદ્વાર નજીક નોટીસ બોર્ડ માં સ્પષ્ટ જણાવી દેવાયું છે કે હાલ તાજેતરમાં ચાલી રહેલા કોરોનાવાયરસ ના કારણે કોઈપણ પ્રવાસીઓ આવી શકશે નહીં અને પ્રવેશ પણ મળી શકશે નહીં જેના કારણે દીવા દાંડી પ્રવાસન સ્થળ પણ સુમસામ બન્યું છે

  કોરોનાવાયરસ ના કારણે તમામ પ્રવાસન સ્થળો સૂમસામ બન્યા

  હાલ કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે અને ચોથા તબક્કાનું લોક ડાઉન પણ જાહેર કરી દેવાયું છે પરંતુ ચોથા તબક્કાના લોક ડાઉન માં પિકનિક પોઈન્ટ ઓ પ્રવાસન સ્થળો વોટરપાર્ક સહિતના પ્રવાસન સ્થળોને ખુલ્લા કરવાની જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે હજુ પણ વિવિધ પ્રવાસન સ્થળો ધાર્મિક સ્થળો પણ સુમસાન જોવા મળ્યા છે ત્યારે દહેજ બંદરો  પણ સુના પડેલા જોવા મળ્યા છે ઉનાળાના વેકેશનમાં આખા વરસની કમાણી કરી લેનારા વોટરપાર્ક પ્રવાસન સ્થળો પિકનિક પોઇન્ટ ના સંચાલકોને પણ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે લોક ડાઉનથી મોટુ નુકશાન થવા પામ્યું છે

  દીવાદાંડી પાસે આવેલ દરિયાનો કિનારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

  દહેજ પંથકમાં મોટી મોટી કંપનીઓની ભરમાર છે. એક તરફ કંપનીઓ ચાલતાં મશીનરીનો શોરગુલ ત્યારે બીજી તરફ મન મોહી લે તેવો પવન રેલાવતો દરિયો કિનારો આવેલ છે. જ્યાં સહેલાણીઓ મન હળવું કરવા આવતાં હોય છે. ત્યારે લોકડાઉનની અસરના કારણે આ દરિયા કિનારો પણ હાલ સુમસામ બનવા પામ્યો છે. એક તરફ લોકડાઉન અને બીજી તરફ અંગ દઝાડતી ગરમી જેના કારણે લોકોએ મન પ્રફુલ્લિત કરવા અને હવા ખાવાના સ્થળ પર જવાનું મન થાય તે સ્વાભાવિક છે. ત્યારે દહેજ પંથકમાં રહેતા અને ખાસ કરીને ભરૂચના રહીશો આ દરિયા કિનારે સહ પરિવાર કે મિત્રો સાથે જવા અધીરા બન્યા છે. 

  લોકડાઉનમાં કરચલા નામના દરિયાઈ જીવ કિનારા પર મોટી સંખ્યામાં ફરતાં જોવા મળ્યા

   કોરોના મહામારીના પગલે આખું વિશ્વ ભયના ભમરડામાં ભેરવાયું છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગ જગત બંધ હોવાના કારણે જીવ સૃષ્ટિ માટે જાણે કોરોના વરદાનરૂપી સાબિત થયો છે. એક તરફ ઉદ્યોગોનું પ્રદુષણ અટક્યું સાથે જ લોકડાઉનના પગલે લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું, જેથી જાણે જીવ સૃષ્ટિને છૂટથી રહેવાનો એક મોકો મળી ગયો છે. દહેજના દીવાદાંડી પાસે આવેલ દરિયા કિનારે માછીમારો માછીમારી કરવા નહિ આવતાં હોવાના કારણે કરચલા નામના દરિયાઈ જીવ મોટી સંખ્યામાં દરિયા કિનારે છૂટથી ફરી રહ્યા છે. કરચલાઓ દરિયાના કિનારે નાના ખાડા કરી તે ખાડામાં રહેતાં હોય ત્યારે માછીમારો આ ખાડામાંથી તેમને બહાર કાઢી પકડી લઈ બજારમાં વેચતા હોય છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં લોકડાઉનમાં તેમને પકડવા કોઈ નહિ આવતાં આ દરિયાઈ જીવને જાણે કુદરતે જીવનદાન આપ્યું હોય તેમ ખુલ્લામાં હરિફરી રહ્યા છે.