ભરૂચ જીલ્લાના દહેજ ની ઘોઘા રો રો ફેરી સર્વિસ શરૂ થઈ ત્યાર થી જ અનેક ગ્રહણો : હાલમાં કોરોના વાયરસનું ગ્રહણ.

 • ભરૂચ જીલ્લાના દહેજ ની ઘોઘા રો રો ફેરી સર્વિસ શરૂ થઈ ત્યાર થી જ અનેક ગ્રહણો : હાલમાં કોરોના વાયરસનું ગ્રહણ.

  • 23-05-2020
  • 1706 Views

  દહેજની રો રો ફેરી સર્વિસ ૨૩ માર્ચ થી બંધ કરાઇ હતી.
  સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અને ભીડભાડવાળા સ્થળ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ત્યારે ભરૂચ જીલ્લાના દહેજ પંથકની રો રો ફેરી સર્વિસ પણ અનેક ગ્રહણોનું ભોગ બન્યું છે હાલ તાજેતરમાં ચાલી રહેલા કોરોનાવાયરસ ના લોક ડાઉનના કારણે પણ રો રો ફેરી સર્વિસ બંધ રહેતા હાલ કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે અને કોરોના ક્યારે દુર થશે તેની કોઈને ખબર ન હોવાના કારણે પણ હજુ કેટલા સમય સુધી રો રો ફેરી સર્વિસ બંધ રહેશે તેની પણ જાણ હજુ નથી ત્યારે રો રો ફેરી સર્વિસ જ્યારથી શરૂ થઈ ત્યારથી જ અનેક ગ્રહણોના કારણે વારંવાર રો રો ફેરી સર્વિસ બંધ રહી છે.
  સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે સમગ્ર ગુજરાતમાં ચોથા તબક્કાનું લોક ડાઉન ચાલી રહ્યું છે જેમાં હજુ પણ કેટલાક ભીડભાડવાળા સ્થળ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ત્યારે કોરોનાવાયરસ ની મહામારીને નાથવા માટે સરકાર દ્વારા પણ લોક ડાઉન જાહેર કરાયું હતું જેના પગલે ૨૩મી માર્ચ થી દહેજ પંથકમાં રહેલ રો રો ફેરી સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હતી અને હજુ પણ કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે અને કોરોના પોઝિટિવના કેસો પણ સામે આવી રહ્યા છે કોરોનાવાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાઈ રહ્યો છે જેના પગલે સતત અવરજવર વાળા વિસ્તારોને પણ પ્રતિબંધિત જાહેર કર્યા હતા રો-રો ફેરી સર્વિસમાં મોટી સંખ્યામાં વાહનો તથા લોકો દહેજ બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર સુધી મુસાફરી કરી રહ્યા હતા રો-રો ફેરી સર્વિસમાં વધુ પ્રમાણમાં લોકો એકત્ર થાય અને એકબીજાના સંપર્કમાં આવે તો પૂરું નામ વધુ ફેલાય તેવી દહેશતના પગલે રો રો ફેરી સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા દહેજ પંથકમાં રો રો ફેરી સર્વિસ શરૂ કરે ત્યારથી જ અનેક ગ્રહણો ફસાઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ રો રો ફેરી સર્વિસ શરૂ કરાઈ ત્યારથી સીપ માં અનેકવાર ક્ષતિઓ સર્જાય જેના કારણે પણ બંધ કરવાની ફરજ પડી હતી ત્યારબાદ નાનું એક જહાજ પણ ડૂબી ગયું હતું ત્યારે રો રો ફેરી સર્વિસ જ્યારથી શરૂ થઈ ત્યારથી વિવાદમાં રહ્યું હતું અને હાલ તાજેતરમાં ચાલી રહેલા કોરોનાવાયરસ ના કારણે પણ રો રો ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે હાલમાં કોરોનાવાયરસ ના કારણે લોક ડાઉનનું ગ્રહણ પણ રો રો ફેરી સર્વિસ લાગ્યું હોય તેમ છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાયું છે અને રો રો ફેરી સર્વિસ ક્યારે શરૂ થશે તેની પણ કોઈ જ માહિતી નથી જેના કારણે હાલ તો કોરોનાવાયરસ ડિસેમ્બર મહિના સુધી ચાલનાર હોવાના કારણે રો રો ફેરી સર્વિસ પણ લાંબો સમયગાળો બંધ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે રો રો ફેરી સર્વિસ ત્યારથી શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી ઈન્ટરનેટની વેબસાઈટ ઉપરથી જાણી શકાશે તેમ હાલ તો જાણવા મળ્યું છે.