વોર્ડ નંબર ૦૮ ના સભ્ય દ્વારા ડિપોઝીટ ભરવા તેમજ નવીન સ્ટ્રીટલાઈટો નાંખવા પાલનપુર પાલિકાના પ્રમુખ ને કરાઈ લેખિત અરજી.

  • વોર્ડ નંબર ૦૮ ના સભ્ય દ્વારા ડિપોઝીટ ભરવા તેમજ નવીન સ્ટ્રીટલાઈટો નાંખવા પાલનપુર પાલિકાના પ્રમુખ ને કરાઈ લેખિત અરજી.

    • 22-05-2020
    • 303 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજા સુખાકારી માટે વિવિધ કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે.ત્યારે વાત કરીએ ડીસા હાઈવે વિસ્તાર નગર પાલિકા હદમાં દેવપુરા જોડનાપુરા સુધી નગર પાલિકાની હદ 2015 વધારો કરવામાં આવેલ હતો. આ નવીન હદ વિસ્તાર માટે સ્પેશિયલ ગ્રાન્ટ ઓજી વિસ્તારની 621 લાખ નગર પાલિકા પાલનપુરને 2016 માં ફાળવવામાં આવી છે.જો કે આ  આ ગ્રાન્ટ જનસુખાકારી માટે પાલનપુર વિસ્તારની સ્ટ્રીટ લાઈટ ની કામગીરી કરવા માટે ફાળવવામાં આવેલ છે.જોકે તારીખ 4/9/2018  ના રોજ  ડીમાન્ડ ડ્રાફટ થી આ રકમ ભરવા માટે પાલનપુર નગર પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત પત્ર માં જાણ કરાઈ હતી કે ઘણો લાંબો સમય વિતવા છતાં સરકાર દ્વારા પાલનપુર નગરપાલિકા ને કરોડો રૂપિયાની જુદી જુદી યોજનાઓ હેઠળ પ્રજાની સુખાકારી માટે ગ્રાંન્ટ ફાળવી હોવા છતાં હજુ સુધી રૂપિયા બે લાખ નેશનલ હાઈવે ડીમાન્ડ ડ્રાફટ થી ભરવામાં આવેલ નથી.ત્યારે પાલનપુર નગર પાલિકા ના વોર્ડ નંબર ૮ ના સભ્ય અમૃતભાઈ જોશી દ્વારા નગર પાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોર ને લેખિત અરજી કરી તાત્કાલિક ડિપોઝિટ ભરવા તેમજ આગળની કાર્યવાહી કરી નવીન સ્ટ્રીટ લાઈટો નાખવા માટે રજૂઆત કરવામાં આવેલ છે.