લાખણીના મડાલ ગામના સરપંચે P.H.C માં મેડિકલ ઓફિસર અને સ્ટાફને કાયમી હાજર રહેવા મામલતદારને લખ્યો પત્ર.

  • લાખણીના મડાલ ગામના સરપંચે P.H.C માં મેડિકલ ઓફિસર અને સ્ટાફને કાયમી હાજર રહેવા મામલતદારને લખ્યો પત્ર.

    • 25-03-2020
    • 342 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    વિશ્વભરમાં હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસને લઈને ૨૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લાખણી તાલુકાના મડાલ ગામે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને હાલમાં કોરોના વાયરસના તબક્કે વિશ્વની મહામારી વચ્ચે 3 અઠવાડિયું લોકડાઉન કરવામાં આવ્યુ છે.લોકડાઉનને ધ્યાનમાં લઇ મડાલ પી.એચ.સી માં કાયમી મેડિકલ ઓફિસરની નિમણૂક કરવા તેમજ સ્ટાફ પી.એચ.સીના સમય દરમ્યાન હાજર રહે તો મડાલ  પી.એચ.સીના સેન્ટરના ગામો માંથી દવાખાના માટે બહાર જવું ન પડે તો અને ગામમાં જ સેવા મળી રહે અને જે હાલમાં મડાલ પી.એચ.સીમાં ફરજ બજાવતો સ્ટાફ તે પણ અનિયમિત હોય છે.જેને પણ નિયમિત કરવામાં આવે.આ બાબતે મામાલતદાર ને સંબોધેલ પત્ર લખ્યો હતો.