જંબુસર પટેલ પરિવાર તથા પટેલ યુવક મંડળ અણખી દ્વારા મફત શાકભાજી વિતરણ.

 • જંબુસર પટેલ પરિવાર તથા પટેલ યુવક મંડળ અણખી દ્વારા મફત શાકભાજી વિતરણ.

  • 25-03-2020
  • 8885 Views

  (પ્રતિનિધિ : સંજય પટેલ,જંબુસર)

  અણખી પટેલ પરિવાર તથા યુવક મંડળ દ્વારા અણખી,જાફરપુરા,વહેલમ ગામે મફત શાકભાજી વિતરણ કરાયું.

  કોરોના વાયરસે વિશ્વને બાનમાં લીધો છે જેને લઇ દેશ દુનિયા પ્રભાવિત થયું છે અને દર્દીઓનો દિન પ્રતિદિન વધારો થતો જાય છે જેને લઇ દેશમાં લોક ડાઉન કરવાની પરિસ્થિતિ ઉભી થઇ છે.

  જંબુસર તાલુકાના અણખી ગામના પટેલ પરિવાર તથા પટેલ યુવક મંડળ દ્વારા વખતો વખત સમાજ ઉપયોગી કાર્યો થતાં રહે છે કોરોના વાયરસ થકી આવી પડેલી આપત્તિના સંજોગોમાં અણખી ગામના ૭૦૦ કુટુંબ સહિત આજુબાજુના ગામ લોકોને શાકભાજી સહિતની અન્ય ચીજ વસ્તુઓની અછત ન વર્તાય તેવા ઉમદા હેતુથી પટેલ પરિવાર તથા પટેલ યુવક મંડળ અણખી દ્વારા ગામના અગ્રણી નીતિનભાઇ પટેલ ઉર્ફે ભોલો  ની રાહબરી હેઠળ અણખી, વહેલમ,જાફરપુરા ગામે મફત શાકભાજી વિતરણ તમામ ઘરોમાં કર્યું હતું. આ સહિત આવનારા દિવસોમાં પણ ગ્રામજનોને અનાજનું વિતરણ કરવામાં આવનાર છે તેમ નીતિન પટેલે  જણાવ્યું હતું.શાકભાજી વિતરણ પ્રસંગે ગામના યુવાનો વડીલો હાજર રહ્યા હતા.