લોકડાઉનની ગંભીર અસર : આમોદમાં સવારમાં છૂટછાટ મળતા જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા લોકોનો ધસારો.

 • લોકડાઉનની ગંભીર અસર : આમોદમાં સવારમાં છૂટછાટ મળતા જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા લોકોનો ધસારો.

  • 25-03-2020
  • 445 Views

  વડાપ્રધાનની સોશ્યલ ડિસ્ટન્સની અપીલ ઉપર પાણી ફેરવ્યું .

  કોરોના વાયરસની ગંભીરતાને કારણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન કર્યું છે.ત્યારે આમોદ સંપૂર્ણ પણે લોકડાઉન રહ્યું હતું.તેમજ લોકો અમથા જ રોડ ઉપર ટહેલવા માટે નીકળતા આમોદ પોલીસ પણ કડક બની હતી અને તેમને જાહેરમાં ઉઠબેસ કરાવી હતી. આમોદમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે છૂટછાટ મળતા લોકોનો આમોદ બજારમાં ખરીદી કરવા માટે ધસારો જોવા મળ્યો હતો.જેથી  વડાપ્રધાનની સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ ઉપર પાણી ફરી વળ્યું હતું.ત્યારે લોકોને જીવન જરૂરિયાત ની વસ્તુઓ લેવા માટે આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે.

  આમોદ પાલિકાએ કોરોના વાયરસની અગમચેતી રૂપે આમોદમાં અમુક વિસ્તારોમાં ટ્રેક્ટર થી તેમજ ફાયર ફાઈટર વડે જરૂરી દવાનો છંટકાવ કર્યો હતો અને આમોદના અમુક વિસ્તારો સેનેટાઈઝ કર્યા હતા.ત્યારે આમોદમાં હજુ પણ મચ્છરોનો ઉપદ્રવ હોય આમોદના દરેક વિસ્તારમાં દવાનો છાંટવામાં આવે તેવી લોકોની માંગણી રહી હતી.

  આમોદ નગરની સોસાયટીઓમાં જાગૃતતા માટે બહાર થી આવતા લોકો માટે ચેતવણી રૂપ બોર્ડ લાગ્યા.

  આમોદના ગાંધીચોક વિસ્તારમાં રહેતા રહીશોએ તેમના વિસ્તારમાં બોર્ડ લગાવી સૂચના આપી હતી કે આ વિસ્તારમાંથી કોઈએ બહાર જવું નહીં અને કોઈને બહારથી આપણી સોસાયટી કે ફળીયામાં આવવા દેવા નહીં.