ગરૂડેશ્વરના ટીમરવા ગામની સીમમાં સગીરા કન્યા સાથે મરજી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ : આરોપીની ધરપકડ.

 • ગરૂડેશ્વરના ટીમરવા ગામની સીમમાં સગીરા કન્યા સાથે મરજી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ : આરોપીની ધરપકડ.

  • 25-03-2020
  • 340 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામની સીમમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાઈ છે.જેમાં ફરિયાદી ભોગ બનનારની માતાએ આરોપી વિમલકુમાર સુરેશભાઈ તડવી (રહે,વઘરલી) સામે ફરિયાદ કરવામાં આવી છે.

  ફરિયાદની વિગત મુજબ આ કામના આરોપી વિમલકુમાર સુરેશભાઈ તડવી તા.૨૩/૦૩/૨૦૨૦ ના રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે સગીર કન્યાના ઘર પાસે રોડ ઉપર આવેલ પાનપડીકી ની દુકાન પાસેથી લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણા માંથી તેનું અપહરણ કરેલ સગીર વયની કન્યાને મોટરસાયકલ ઉપર ભગાડી લઈ જઈ ઓરપા ગામની સીમમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી નાસી જઈ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસ મથકે ભોગ બનનારની માતાને બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.