કોરોના મુક્તિના સંકલ્પ સાથે રાજપીપળા સહિત નર્મદાના મહારાષ્ટ્રીયને ગુડી પડવાના નવા વર્ષનો ઉલ્લાસભેર ઉજવણી કરી.

 • કોરોના મુક્તિના સંકલ્પ સાથે રાજપીપળા સહિત નર્મદાના મહારાષ્ટ્રીયને ગુડી પડવાના નવા વર્ષનો ઉલ્લાસભેર ઉજવણી કરી.

  • 25-03-2020
  • 168 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહિલાઓએ ઘરમાં રહીને જ ગુડી પૂજન કર્યું.

  મહારાષ્ટ્રીયન ઓ એકબીજાને નવ વર્ષની શુભકામના પાઠવી.

  નર્મદામાં કોરોથી બચવા લોક ડાઉન કરાયું છે ત્યારે તેવા સંજોગોમાં પણ કોરોના મુક્તિના સંકલ્પ સાથે રાજપીપળા સહિત નર્મદા માં મહારાષ્ટ્રીયનનોએ ગુડી પાડવાના નવા વર્ષનો ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી.નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહિલાઓએ ઘરમાં રહીને ગુડી પૂજન કર્યું હતું. 

   નર્મદા જિલ્લામાં પણ મહારાષ્ટ્રીયન પરિવાર વસેલો છે જેમનું નવુ વર્ષ ગુડી પાડવાથી શરૂ થાય છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે મહારાષ્ટ્રીઓનું નવું વર્ષ ગુડી પાડવાની ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન મહિલાઓ ભેગી થઈને ગુડી પાડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહિલાઓએ ગુડી પાડવા પૂજન કર્યું હતું.ઘર આંગણાની રંગોળીથી સજાવે,પારંપરિક ધ્વજ,ગુડીપાતકા, તોરણો ઘરે ઘરે લટકાવી સૂર્યોદય સમયે ગુડીને તેલ લગાડી રેશમી વસ્ત્ર, કઢી લીમડાની ડાળી,ફૂલમાળા બાંધીને ઉપરના જોડે કોરું વસ્ત્ર ઢાંકી તાબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક લાકડી ઉપર ઉંધો લટકાવી તેમાં તેમાં પાના આંબા,લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનું પૂજન કર્યું હતું.આજના દિવસે મહારાષ્ટ્રીયનઓએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને કોરોના આથી સૌને ઈશ્વર બચાવે તેવી પ્રાર્થના કરી હતી.