અંકલેશ્વરના જુના છાપરા ગામે પટેલ પરિવારે પુત્રીના લગ્ન નિમિત્તે અનોખી કંકોત્રી બનાવી.

Published on BNI NEWS 2019-12-29 21:47:58

  • 29-12-2019
  • 35877 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ)

  કંકોત્રી માં કાગળનો ઉપયોગ કર્યા વગર કંકોત્રી બનાવવામાં આવી.

  સ્વચ્છ ભારતના સંદેશ સાથે બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ અને પ્લાસ્ટિક બેગ્સનો બહિષ્કાર કરી રિસાયકલ કાપડની થેલી પર કંકોત્રી છપાવી જેથી કાપડની બેગનો ઉપયોગ કરી શકાય.

  અંકલેશ્વર તાલુકાના જુના છાપરા ગામના પટેલ પરિવાર દ્વારા પુત્રીના લગ્ન પ્રસંગ નિમિતે મહેમાનોને આમંત્રણ આપવા માટે અનોખી કંકોતરી બનાવવામાં આવી છે.પરિવાર દ્વારા કંકોત્રી માં કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ રિસાયકલ કાપડની થેલી પર કંકોત્રી છપાવડાવી સ્વચ્છ ભારત ના સંદેશ સાથે બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ સાથે અને પ્લાસ્ટિક બેગ્સનો બહિષ્કાર કરી કાપડની બેગનો ઉપયોગ કરી શકાય.

  આગામી ૨૦.૦૧.૨૦૨૦ ના રોજ અંકલેશ્વર તાલુકાના જુના છાપરા ગામના રહીશ અને તાલુકાના ખેડૂત અગ્રણી હરનીશભાઈ ઝવેરભાઈ પટેલની પુત્રી ક્રિષ્નાના લગ્ન લેવાયા છે.ક્રિષ્ના અંકલેશ્વરના પ્રવીણભાઈ મનોરભાઈ પટેલના પુત્ર વિરલ સાથે પ્રભુતામાં પગલાં પડશે. હરનીશભાઈ પટેલ દ્વાર તેમની પુત્રીના લગ્નમાં બારગામ લેઉઆ પાટીદાર સમાજના લોકો ઉપરાંત તેમના મિત્રો અન્ય સબંધીઓને લગ્નમાં પધારવા આમંત્રણ આપવા માટે અનોખી કંકોતરી બનાવડાવી છે.હરનીશભાઈ દ્વારા જે કંકોત્રી બનાવાઈ છે તેમાં કાગળનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી,આખી કંકોત્રી ૧૪ x ૧૯ ઈંચ ની કાપડની થેલી પર બનાવામાં આવી છે જેથી પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.કાપડની થેલી (કંકોત્રી) ની આગળ પત્રિકાનો આમન્ત્રણ બ્લોક, સ્વચ્છ ભારત અને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ આપવામાં આવ્યો છે.પાછળની સાઈડ માં આમંત્રિત મહેમાનનું નામ,વર કન્યાના નામ,માંગલિક અવસરોની રૂપરેખા, મોસાળ પક્ષ,પરિવારજનોની નામાવલી, દર્શનાભિલાષિ ચિરંજીવીઓની નામાવલી, ભુલકાંઓનો ટહુકો છપાવવામાં આવ્યો છે.ખરેખર એકદમ અલગ અને ઘણા બધા સંદેશાઓ સાથે કંકોત્રી નો ઓપ આપવામાં આવ્યો છે.કંકોત્રી માં પ્રકૃતિના બચાવના સંદેશ સાથે પ્રયત્નો પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે.