જંબુસરના ભોદર ગામે આશરે ૧૭ લાખના વિકાસ કામોનું ખાતમૂર્હત કરાયું.

Published on BNI NEWS 2022-06-23 17:42:20

  • 23-06-2022
  • 258 Views

  (પ્રતિનિધિ : સંજય પટેલ,જંબુસર)
  જંબુસર તાલુકાના ભોદર ગામે મહાદેવ મંદિર તથા ભાથુજી મંદિર પ્રોટેક્શન દિવાલ રાધાકૃષ્ણ મંદિર બ્લોકનું કામ પાણીના બોર ગટરલાઈન સહિતના કામોનું ખાતમુહૂર્ત માજી મંત્રી તથા જિલ્લા પંચાયત સભ્યના હસ્તે કરાયું.
  ભાજપ સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે.તાલુકાનાં ભોદર ગામના વિકાસ માટે સતત પ્રયત્નશીલ સરપંચ મંજુલાબેન ચીમનભાઈ પટેલ તથા સભ્યોએ જિલ્લા પંચાયત સદસ્ય સંજયસિંહ સિંધાને ગામની સમસ્યા અને વિકાસની રજુઆત કરતા સંજયસિંહ સિંધાના પ્રયત્નથી સીચાઈ વિભાગ માંથી દસ લાખ મહાદેવ તથા ભાથીજી મંદિર પ્રોટેક્શન દિવાલ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ચાર લાખ જિલ્લા પંચાયત સભ્ય ગ્રાન્ટ રાધાકૃષ્ણ મંદિર બ્લોક નાખવાના સિત્તેર હજાર પીવાના પાણી માટે બોર વિવેકાધિન ગ્રાન્ટ દોઢ લાખ તાલુકા પંચાયત એટીવીટી ગટર લાઈન પંચોતેર હજાર મળી કુલ આશરે સત્તર લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત વિધી  મહાદેવ મંદિર ખાતે   માજી મંત્રી છત્રસિંહ મોરીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.જેમાં જિલ્લા પંચાયત સદસ્ય સંજય સિંહ સિંધા તાલુકા ઉપપ્રમુખ પ્રણવભાઈ પટેલ  એપીએમસીના ડિરેક્ટર કિરણભાઈ સહિત હાજર રહ્યા હતા અને બ્રાહ્મણો દ્વારા પુજા વિધિ કરાવી ઉપસ્થિતોના હસ્તે ભોદર ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયુ હતું.
  આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સરકારની વિવિધ પ્રજાલક્ષી ખેડુતલક્ષી આરોગ્યલક્ષી યોજનાઓની સવિસ્તાર માહિતી આપી વધુમાં વધુ જનતા આ તમામ યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ માજીમંત્રી દ્વારા કરાયો હતો અને જિલ્લા પંચાયત સદસ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ગામ અગ્રણીઓ ભાઈ બહેનો હાજર રહ્યા હતા.ગામમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળતી હતી.