- 23-06-2022
- 268 Views
આમોદ તાલુકાની ૧૯ શાળાઓમાં પ્રથમ તબક્કાનો પ્રવેશોત્સવ ઉજવાયો.
Published on BNI NEWS 2022-06-23 16:06:26
ધોરણ ૧ માં ૨૪૫ તથા આંગણવાડીમાં ૮૫ બાળકોને પ્રવેશ અપાયો : મહેમાનો તથા બાળકોને પુસ્તક આપી સન્માન કરાયું.
રા જ્ય સરકાર દ્વારા આયોજીત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ના ચાલનારા ત્રિદિવસીય કાર્યક્રમના આજે પહેલા તબક્કામાં આમોદ તાલુકાની ૧૯ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં મહેમાનોનું ફુલહાર કે ગુલદસ્તાથી સ્વાગત કરવાને બદલે પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.આમોદ તાલુકાની ૧૯ શાળાઓમાં ૨૪૫ બાળકોને ધોરણ ૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યારે આંગણવાડીમાં ૮૫ બાળકોને પ્રવેશ અપાયો હતો.પ્રવેશ મેળવનાર બાળકોને દફતર,ચોપડા,નોટબુક સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.શાળા પ્રવેશોત્સવ પ્રસંગે લાઈઝન અધિકારી દશરથભાઈ ચૌધરી તેમજ બાળ વિકાસ યોજના અધિકારી ફાલ્ગુનીબેન હાજર રહ્યા હતા.