નાંદોદની હજરપુરા સીમમા એરંડાના પુળા સળગાવી દેતા ૧.૫૪ લાખનું નુકશાન.

Published on BNI NEWS 2022-06-23 12:15:59

  • 23-06-2022
  • 244 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  નાંદોદ હજરપુરા સીમમા એરંડા (દિવેલા) ૫૪,૦૦૦ પુળા સળગાવી દેતા ભારે નુકશાન અંગેની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમા નોંધાઈ છે.
  આ અંગે ની ફરિયાદી યકીનકુમાર હસમુખભાઈ પટેલ રહે હજરપુરાએ આરોપીઓ (૧) દિપકભાઈ હર્ષદભાઈ પટેલ (૨) દિપકભાઈ ભાઈલાલભાઈ પટેલ (૩) ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલ(૪) ભીખુભાઈ પરસોત્તમભાઈ પટેલ તમામ રહે.હજરપુરા સામે ફરિયાદ નોંધાવી છે.
  ફરિયાદની વિગત અનુસાર આરોપી દિપકભાઈ હર્ષદભાઈ પટેલ તથા દિપકભાઈ ભાઈલાલભાઈ પટેલ તથા ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા ભીખુભાઈ પરસોત્તમભાઈ પટેલે  ફરીયાદીના ખેતર નજીક થઈ જવા-આવવા માટે રસ્તો પહોળો કરવાને લઇને વિરોધ કરતા આરોપીઓએ ફરીયાદી સાહેદને ખેતી કેવા કરો છો હવે જોજો ખેતીમાં કેવુ નુકશાન થાય છે તેવી ધમકી અગાઉ આપેલ.તેમજ બનાવના આગલા દિવસે ચારેય આરોપીઓ ફરીયાદના ખેતર પાસે ઉભા હોય ફરીયાદીને ખેતરમા આવતો જોઈ ચારેય આરોપીઓ ફરીયાદીને જોઈ ભાગી ગયેલ.બનાવની રાતે આરોપીઓ ફરીયાદીના કબ્જા ભોગવટાના ખેતરમા ગુન્હાહીત અપપ્રવેશ કરી એરંડા (દિવેલા) આશરે ર કિવીન્ટલ જેની હાલની બજાર કિ.રૂ.૧,૫૪,૦૦૦ જેટલી થાય.જે સળગાવી ફરીયાદીને આર્થિક નુકશાન કરી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.