બનાસકાંઠા ના વડગામ તાલુકાના છાપી પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા માટે પણ ખાવા પડે છે ધરમ ધક્કા.

  • બનાસકાંઠા ના વડગામ તાલુકાના છાપી પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા માટે પણ ખાવા પડે છે ધરમ ધક્કા.

    • 20-02-2020
    • 236 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    બનાસકાંઠા ના વડગામ તાલુકાના છાપી પોલીસ મથકે અધિકારીઓની લાલીયાવાડી ના કારણે પોલીસ ફરિયાદ નોધાવવા માટે પણ ધરમ ધક્કા ખાવા પડે છે કેમકે ગુજરાત સરકાર દ્વારા 12-1-1999 ના પરીપત્ર ક્રમાક એસ.સી.ડબ્લ્યુ.1090/1469/હ માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિ માટે "હરિજન"અને અનુ.જનજાતિ માટે "ગીરિજન"જેવા શબ્દ પ્રયોગ ના કરવા માટે વાત કરી હતી પરંતુ આજ પણ ગામડાઓમાં રેકૅડમા આ શબ્દનો ઉપયોગ થાય છે અને જાણીજોય કોઇ એક જ્ઞાતિ ને નીચુ દેખાય તેવા શબ્દોનો પ્રયોગ અધિકારીઓ દ્વારા થતો રહે છે .જેમાં વડગામ તાલુકાના ફતેગઢ ગામ ના જાગ્રુત નાગરિક અને સમાજ સેવક પ્રદિપ પરમાર દ્વારા તારીખ 25/11/2019 ના દિવસે ફતેગઢ ગ્રામ પંચાયત માં ગામમાં થયેલ વિકાસના કામોની RTI માહિતી માંગેલ જેમાં તલાટી ક્રમ મંત્રી એ આ માહિતી તારીખ 18/1/2020 ના પોસ્ટ દ્વારા મોકલી આપેલ જેમાં  "હરિજન"શબ્દ નો લેખિત માં પ્રયોગ થયો હતો .જે બાબતની ફરીયાદ નોધાવવા ફરીયાદી છાપી પોલીસ મથકે,બનાસકાંઠા એસ.પી તથા ઉપર લેવલે લેખિત ફરિયાદ તથા જરૂરી આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ આપવા છંતા છાપી પોલીસ ઘોર નિન્દ્રા માં સુતી હોય તેમ  આટલા દિવસો વિતવા છંતા પણ પાક્કી ફરિયાદ લેવા માટે તૈયાર નથી શું છાપી પી.એસ.આઇ ને કોઇનું દબાણ છે??? IPC ની કલમ 252,253,255તથા505 અને SC-STએક્ટ ની કલમ 3(1)(R)(S)(U) મુજબ ફરિયાદ થઇ શકે છે પણ આ બાબત માટે પોલીસ પાસે ટાઈમ નથી.અરજદાર દ્વારા ફતેગઢ ગ્રામ પંચાયત ની માહિતી માંગેલ તેમ છંતા તલાટી ક્રમમંત્રી દ્વારા ગેરમાર્ગ દોરવા માટે કોટડી ગ્રામ પંચાયત નો સિક્કો મારી આપેલ અને અરજદારને છેતરવા નો પ્રયત્ન કરેલ છે.બનાસકાંઠા એસ.પી અને ભુજ રેન્જ આઇ.જી તાત્કાલિક આ બાબતે ઘટતી કરે તેવી અરજદાર ની માંગ છે.