મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શીયાલી ગામે બરફાની બાબાના દર્શન ખુલ્લા મૂકાશે.

 • મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શીયાલી ગામે બરફાની બાબાના દર્શન ખુલ્લા મૂકાશે.

  • 20-02-2020
  • 209 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

  શિવરાત્રી નિમિત્તે સિયાલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભંડારાનું આયોજન થયું છે.

  ઝઘડીયા તાલુકા ના શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમ ના મહંત કુષ્ણદાસજી એક નિવેદન માં જણાવ્યું છેકે તા. ૨૧/૦૨/૨૦૨૦ ને શુક્રવાર ના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બર્ફાની બાબા (બરફનું શિવલીંગ) ના દર્શન ખુલ્લા મૂકાશે.વહેલી સવારે શાસ્ત્રોક્ત પૂંજા અર્ચના કરી મંદિર દર્શન માટે ખુલ્લા મૂકાશે તથા બ્રાહ્મણો દ્વારા શિવપૂજા,પંચાક્ષર મહામંત્ર નું ચિંતન, ધૂન તથા ભજન ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧ કલાકે ફળાહાર નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ,વાલી ઓએ ખાસ પધારવુ તેમને સરસ્વતી ઉપાસના ની પુસ્તક ભેટ આપવા માં આવશે, વડીલ ભક્તો ને પંચમુખી રૂદ્રાક્ષ સપ્રેમ ભેટ આપવા માં આવશે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન આશ્રમ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે.ભાવિક ભક્તો એ લાભ લેવા ભાવભીનું નિમંત્રણ છે.