આમોદ ખાતે દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજામાં આલિમ થનાર બાર તુલ્બાઓનો દસ્તારબંદીનો કાર્યક્રમ યોજાયો.

  • આમોદ ખાતે દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજામાં આલિમ થનાર બાર તુલ્બાઓનો દસ્તારબંદીનો કાર્યક્રમ યોજાયો.

    • 18-02-2020
    • 294 Views

    ભરૂચના આમોદ ખાતે આલમી તેહરીકે સુન્ની દાવતે ઇસ્લામી સંચાલિત દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજામાં આલિમ થનાર તુલ્બાઓનો દસ્તારબંદીનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલ‍ાવતે કુરાન શરીફથી થયો હતો.ત્યાર બાદ નાઅત ખ્વાં જનાબ કારી રિયાઝુદ્દીન સાહેબે નાઅત શરીફના સુંદર ગુલદસ્તા રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ સૈયદ અમીન અલી કાદરી સાહેબે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કરી હાજરજનોને આલિમ થનાર તુલ્બાઓને દુનિયામાં અને પરલોકમાં તેનો શું ફાયદો મળશે એ વિશે રસપ્રદ માહિતી આપી હતી. 

    તેઓએ આલિમ થનાર તુલ્બાઓને મુબારકબાદી પણ પાઠવી હતી. સાંજના ચાર વાગ્યાથી શરૂ થયેલો કાર્યક્રમ રાત્રીના દસ વાગ્યે પૂર્ણ થયો હતો.સલાતો સલામ તથા દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે જંબુસરના સૈયદ શોકત અલી બાવા, ભરૂચના મૌલાના અલ્તાફ મિસ્બાહી, જંબુસર, આમોદ, પેટલાદ, સુરત, થામ, ચાંચવેલ તેમજ કરજણથી સૈયદ સાદાત સાહેબો તેમજ આલીમ સાહેબો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ હાજરી અાપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.